વિશ્ર્વમાં કોરોનાનો રોગચાળો હજુ સમાપ્ત થયો નથી. ત્યાં મંકીપોકસનો જીવલેણ રોગચાળાનો ખતરો મંડરાવા લાગ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપી છે કે સારવાર વિનાની અને જીવલેણ બીમારી મંકીપોક્સ ઝડપથી ફેલાઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બીમારી એ દેશમાં પણ ફેલાઇ રહી છે જ્યાં તેની શક્યતા ન હતી. સંગઠને આવનારા દિવસોમાં મંકીપોક્સના પ્રસારને ઘટાડવા માટે નવી ગાઈડલાઈન આવી શકે છે. ડબલ્યુએચઓએ કહ્યું કે આ બિમારી ઝડપથી ફેલાઈ રહી છે અને સાથે આવનારા દિવસોમાં તેના કેસ એ દેશમાં વધારે રહેશે જ્યાં કોઈ મહામારી ફેલાતી નથી. ડબલ્યુએચઓએ બિમારીને લઇને તપાસ શરૂ કરી છે અને સાથે ખ્યાલ આવ્યો છે કે, આ નાઈજિરિયાથી ઈંગ્લેન્ડ આવેલા એક વ્યક્તિમાં 7 મેના રોજ મંકીપોક્સના પહેલા કેસની પુષ્ટિ થઇ હતી. ડબલ્યુએચઓએ કહ્યું કે હાલ સુધીમાં આ વાયરસના 92 કેસ આવ્યા છે અને 28 સંદિગ્ધ કેસ મળ્યા છે. આ બીમારી કુલ 12 દેશમાં ફેલાઈ છે. આ બિમારી ચેચકની જેમ દુર્લભ વાયરલ ઈન્ફેક્શન છે અને તે પહેલીવાર 1958માં જોવા મળી હતી. આ બીમારીનો માનવીય કેસ 1970માં પહેલી વાર જોવા મળ્યો. આ રોગ મુખ્ય રીતે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના ઉષ્ણ કટિબંધીય વિસ્તારોમાં હોય છે. આ વાયરસ પોક્સવિરિડે પરિવારનો છે, તેમાં ચેચક અને તેના વાયરસ પણ સામેલ છે.
બીજી તરફ વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના વડાએ રવિવારે ચેતવણી આપી હતી કે કોવિડ રોગચાળો ચોક્કસપણે હજી સમાપ્ત થયો નથી. ચાલો આપણે આપણા પોતાના જોખમે આપણા સંરક્ષણ નિયમોમાં ઘટાડો કરીએ,’ તેમણે સરકારોને કહ્યું. જિનીવામાં સંસ્થાની વાર્ષિક મીટિંગની શરૂઆત કરતા ડબલ્યુએચઓના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે ઉપસ્થિત અધિકારીઓને કહ્યું, નમૂના પરીક્ષણ અને જીનોમ સિક્વન્સિંગના અભાવનો અર્થ એ છે કે અમે વાયરસની હાજરી તરફ આંખ આડા કાન કરી રહ્યા છીએ.’ તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે લગભગ એક અબજ લોકો ઓછી આવક ધરાવતા દેશોને હજુ સુધી કોવિડ વિરોધી રસીનો ડોઝ મળ્યો નથી. વૈશ્ર્વિક પરિસ્થિતિ પર આધારિત તાજેતરના સાપ્તાહિક અહેવાલને ધ્યાનમાં રાખીને, ઘેબ્રેયસસે કહ્યું કે માર્ચથી નવા કેસોમાં ઘણા અઠવાડિયાના ઘટાડા પછી કેસોમાં સ્થિરતા જોવા મળી છે. તે જ સમયે, મૃત્યુના કેસોમાં પણ ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિમાં સુધારો થયો હોવા છતાં અને વિશ્ર્વની 60 ટકા વસ્તી રસીકરણમાં છે, જયાં સુધી રોગચાળો દરેક જગ્યાએ સમાપ્ત નહીં થાય ત્યાં સુધી તે દરેક જગ્યાએ સમાપ્ત થશે નહીં.