ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુની મુલાકાત માટે એક આઈબી અધિકારી સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરી રહ્યા હતા તે દરમિયાન હૈદરાબાદના એક સભાગૃહમાં આકસ્મિક રીતે પડી જવાથી તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
#Telangana #IB #Video #viralvideo #Khabargujarat
તેલંગાણામાં IB અધિકારી સુરક્ષા ચેકિંગ વખતે સ્ટેજ પરથી નીચે પડી જતા મોત
વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ
For more details visit our website https://t.co/jxHjz0Yjtq pic.twitter.com/7DkAPuf0kb
— Khabar Gujarat (@khabargujarat) May 19, 2022
તેલંગાણા પોલીસની IB અને ઇન્ટેલિજન્સ સિક્યુરિટી વિંગના અધિકારીઓની એક ટીમ સ્ટેડિયમમાં સુરક્ષાની સમીક્ષા કરી રહી હતી જ્યાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ શુક્રવારે એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ત્યાં સુરક્ષા તપાસ દરમિયાન આઈબીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર કુમાર અમીરેશ ઓડિટોરિયમની તસવીરો લઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમનો પગ લપસી ગયો અને તેઓ સ્ટેજ પરથી નીચે પડી ગયા. પોલીસના તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.