અમદાવાદ-વિરગામ સેકશનમાં આવેલ સાણંદ સ્ટેશન ખાતે નોનઇન્ટર લોકિંગ કામગીરી માટે બ્લોકના લીધે તા. 20 મેની ટ્રેન નં. 22959 વડોદરા-જામનગર ઇન્ટરસીટી એક્સપ્રેસ તથા તા. 21 મેની ટ્રેન નં. 22960 જામનગર-વડોદરા ઇન્ટરસીટી એક્સપ્રેસ રદ્ કરવામાં આવી છે.
દક્ષિણ પૂર્વ રેલવેમાં સ્થિત ખડગપુર સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કાર્ય કરવા માટે બ્લોક ના લીધે રાજકોટ ડિવિઝનથી થઈને જવાવાળી બે ટ્રેનોને સંપૂર્ણ રીતે રદ્દ કરવામાં આવી છે. રાજકોટ ડિવિજનના સીનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા મુજબ તા. 20 મીની ટ્રેન નં. 12949 પોરબંદર- સાંતરાગાછી સુપર ફાસ્ટ એક્સપ્રેસ તથા તા. 22 મેની ટ્રેન નં. 12950 સાંતરાગાછી-પોરબંદર સુપર ફાસ્ટ એક્સપ્રેસ રદ્ કરાઇ છે.