કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા અને મજુરી કામ કરતા યુવાનની પત્ની એક માસથી રીસામણે ચાલી જતાં મનમાં લાગી આવતા તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતો અને મજૂરીકામ કરતા વિક્રમ પ્રેમજીભાઈ મકવાણા (ઉ.વ.25) નામના યુવાનની પત્ની એક માસથી રિસામણે તેના માવતરે જતી રહી હતી. તેના કારણે યુવાનને અવાર-નવાર મનદુ:ખ થતું હતું જેથી મનમાં લાગી આવતા બુધવારેે સવારના સમયે તેના ઘરે દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવાનને સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા પ્રેમજીભાઈ મકવાણા દ્વારા જાણ કરાતા હેકો આર.વી. ગોહિલ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


