Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર તાલુકાના ખીમલિયામાંથી વર્લીના આંકડા લખતો શખ્સ ઝબ્બે

જામનગર તાલુકાના ખીમલિયામાંથી વર્લીના આંકડા લખતો શખ્સ ઝબ્બે

રૂા.37,720 નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબ્જે : 14 શખ્સોના નામ ખુલ્યા : જામજોધપુરમાંથી વર્લીબાજ ઝડપાયો : ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

જામનગર તાલુકાના ખીમલિયા ગામના પાટીયા નજીક જાહેરમાં વર્લીના આંકડા લખી જૂગાર રમતા રાજકોટના શખ્સને પંચકોશી બી ડિવિઝન પોલીસે રેઈડ દરમિયાન રૂા.12,720 ની રોકડ રકમ અને એકટીવા સહિત રૂા.37,720 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ 15 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ખીમલિયા ગામના પાટીયા નજીક જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરાતી હોવાની પંચકોશી બી પોલીસ સ્ટેશનના હેકો નિર્મળસિંહ જાડેજા અને પો.કો. જયદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.ડી.પરમાર, એએસઆઈ એમ.એલ. જાડેજા, હેકો નિર્મળસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, પો.કો. જયદેવસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન રાજકોટના ગોંડલ રોડ પર આવેલા લોહાનગરમાં રહેતાં મીલન ચંદુ દેગામા નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂા.5000 ની કિંમતનો એક મોબાઇલ અને રૂા.12,720 ની રોકડ રકમ તથા 20 હજારની કિંમતનું જીજે-03-કેએસ-1580 નંબરના એકટીવા સહિત કુલ રૂા.37,720 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

પોલીસે મિલનની પૂછપરછ કરતા બાબુભાઇ (રાજકોટ), સુનિલ (રાજકોટ), નિલેશ રામજીભાઈ (રાજકોટ), મો.8780981016 (જોડિયા), જીતેશ (રાજકોટ), આમિનભાઈ (રાજકોટ), ભઈલો બેચરભાઈ ઝીંઝુવાડિયા (ગોકુલનગર-જામનગર), મુન્નાભાઈ (રાજકોટ), હિતીન પટેલ (રાજકોટ), ગીરીશભાઇ (રાજકોટ), હુશેનભાઇ (બેડી, જામનગર), વિમલ પટેલ (જામનગર), આદિલ (રાજકોટ), મયંક (રાજકોટ) નામના શખ્સોની સંડોવણી ખુલતા પોલીસે 15 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બીજો દરોડો, જામજોધપુરમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતા બિપીન રમણિક દોશી નામના શખ્સને વર્લીના આંકડા લખેલી સ્લીપ તથા રૂા.11,500 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ પૂછપરછ કરતાં આ વર્લીના આંકડામાં ધનજી પરશોતમ ખાંટ, મહેન્દ્ર ઉર્ફે જીકો વિઠ્ઠલ વરાણિયાની સંડોવણી ખુલતા પોલીસે ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular