Friday, January 3, 2025
Homeરાજ્યગુજરાતરાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો

રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો

- Advertisement -

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રોજ મળેલી કેબીનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં 28મે એ પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસને લઇને પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ બેઠક બાદ લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે માહિતી આપી હતી. બેઠકમાં સરકારી યોજનાઓ અંગે, ખેડૂતો માટે, ગૌશાળાને લઇને મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા.

- Advertisement -

રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું કે સુજલામ સુફલામ યોજનામાં 84 ટકા કામ પૂર્ણ થયું છે.હજુ 14000 થી વધુ કામ પ્રગતિમાં છે. ટેકાના ભાવે ચણાની ખરીદીને લઇને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જીતુ વાઘાણીએ જણાવ્યું કે 29 મે સુધી ચણાની ખરીદી ચાલુ રહેશે. આ વર્ષે 3લાખ 35 હજાર ખેડૂતો નોંધાયા. ખેડૂતોને ચણાના ભાવ પણ સારા મળ્યા.

ગૌમાતા યોજના અંતર્ગત 500 કરોડની યોજના અન્વયે રાજ્યમાં રજીસ્ટર્ડ ગૌશાળાને પશુ દીઠ ₹૩૦ની સહાય તા.૧લી એપ્રિલ-૨૦૨૨થી આપવાનું શરુ કરવામાં આવ્યું છે. ગૌશાળાઓ ટકી શકે તે માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -

આઝાદી કા અમૃત મહોત્વ અંતર્ગત રાજ્યમાં 75 સરોવર રાજ્યમાં બનાવવાના છે. આ તળાવ બનાવવા મુખ્યમંત્રી એ સૂચના આપી દીધી છે. સેવાસેતુના આઠમા તબક્કામાં ૯૯.૫૮ અરજીઓનો હકારાત્મક નિકાલ આવ્યો છે. અને બાકી રહેલા નાગરિકોને લાભ આપવા સૂચના આપવામાં આવી છે. ઉપરાંતમાર્ગ-મકાન વિભાગ દ્વારા કામગીરીના સમન્વય માટે કોમન ઈન્ટીગ્રેટેડ એપ્લિકેશન કાર્યરત કરાશે. તેમ જીતુ વાઘાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

 

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular