Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઈન્ટર ડિસ્ટ્રીકટ અંડર-16 ટૂર્નામેન્ટમાં જામનગરનો જૂનાગઢ ડીસ્ટ્રીકટ અને જૂનાગઢ રૂરલ સામે વિજય

ઈન્ટર ડિસ્ટ્રીકટ અંડર-16 ટૂર્નામેન્ટમાં જામનગરનો જૂનાગઢ ડીસ્ટ્રીકટ અને જૂનાગઢ રૂરલ સામે વિજય

જૂનાગઢ ડીસ્ટ્રીકટ સામે જામનગર વતી પુષ્પરાજ જાડેજાએ સદી ફટકારી ચાર વિકેટ પણ ઝડપી : જૂનાગઢ રૂરલ સામે નિર્સગ કાસુન્દ્રાએ પાંચ વિકેટ ઝડપી

- Advertisement -

જામનગરના અજીતસિંહ ક્રિકેટ પેવેલિયન (ક્રિકેટ બંગલા) ખાતે અંડર-16 ઈન્ટર ડીસ્ટ્રીકટ ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલી રહી છે. જેમાં જામનગરની ટીમે જૂનાગઢ ડીસ્ટ્રીકટ તથા જૂનાગઢ રૂરલની ટીમ સામે વિજય મેળવ્યો છે.

- Advertisement -

બીસીસીઆઈ દ્વારા આયોજિત અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સંચાલિત અંડર-16 ઈન્ટર ડીસ્ટ્રીકટ ક્રિકેટ ટૂર્નામેન્ટનો ગત તા.15 મે થી ક્રિકેટ બંગલા ખાતે પ્રારંભ થયો છે. જેમાં તા.15 ના રોજ જામનગરની ટીમનો પ્રથમ મેચ જૂનાગઢ ડીસ્ટ્રીકટની ટીમ સામે યોજાયો હતો. જેમાં જામનગર ડીસ્ટ્રીકટની ટીમે પ્રથમ ઈનિંગમાં પૂષ્પરાજ જાડેજાની 101 રનની ધમાકેદાર ઈનિંગ તથા આઠ ઓવરમાં 32 રન આપી ચાર વિકેટ ઝડપી ઓલ રાઉન્ડ પ્રદર્શન કર્યુ હતું. જ્યારે જૂનાગઢની ટીમ 172 રનમાં ઓલઆઉટ થઈ જતાં જામનગરનો 80 રનથી જ વિજય થયો હતો. આ મેચમાં પુષ્પરાજ જાડેજા મેન ઓફ ધ મેચ થયો હતો.

ત્યારબાદ ગઈકાલે મંગળારે જામનગર અને જૂનાગઢ રૂરલની ટીમ વચ્ચે મેચ યોજાયો હતો. જેમાં જામનગરની ટીમે પ્રથમ બેટીંગ કરતા જય રાવલિયાના 82 રન તથા નિશ્ર્ચય બદેડિયાના 46 રનની મદદથી 231 રન બનાવ્યા હતાં. 232 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલ જૂનાગઢ રૂરલની ટીમ 153 રનમાં ઓલઆઉટ થતાં જામનગરનો 78 રનથી વિજય થયો હતો. જામનગર વતી નિર્સગ કાસુન્દ્રાએ છ ઓવરમાં બે મેઈડન ઓવર સાથે 12 રન આપી 5 વિકેટ ઝડપી હતી તેમ મેનેજર ભરતભાઈ મથ્થર તથા કોચ મહેન્દ્રસિંહ ચૌહાણની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular