કર્ણાટકના માંડ્યામાં એક દક્ષિણપંથી સંગઠને સોમવારે ડેપ્યુટી કમિશનરને એક આવેદન સુપરત કરીને અહીંની જામિયા મસ્જિદમાં પૂજા કરવાની પરવાનગી માંગી હતી. આ સંગઠનના કાર્યકર્તાઓએ દાવો કર્યો છે કે, જ્યાં પૂજાની માંગ કરવામાં આવી રહી છે તે વાસ્તવમાં એક મંદિર છે, જેને બાદમાં તોડીને મસ્જિદમાં ફેરવવામાં આવ્યું હતું. કાર્યકરોએ આ માળખામાં પૂજા કરવાની માંગ કરી છે. સંગઠને દાવો કર્યો છે કે, જામિયા મસ્જિદ અગાઉ અહીં હાજર અંજનેય મંદિરની ટોચ પર બનાવવામાં આવી છે. ઐતિહાસિક પુરાવા પણ છે કે આ સ્થાન પહેલા મંદિર હતું. કાર્યકર્તાઓનું કહેવું છે કે ટીપુ સુલતાને પર્શિયાના રાજા ખલીફને લખેલા પત્રમાં આ વિશે જણાવ્યું હતું.
સંસ્થાની માંગ છે કે પુરાતત્વ વિભાગ આ દસ્તાવેજોની તપાસ કરે અને સમગ્ર મામલાની તપાસ કરે. આટલું જ નહીં, તેણે સ્ટ્રક્ચરની અંદર હાજર તળાવમાં ન્હાવા માટે વહીવટીતંત્ર પાસે પરવાનગી માંગી છે.