Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ક્રિકેટના ડબ્બાઓ ઉપર એસઓજીના દરોડા

જામનગરમાં ક્રિકેટના ડબ્બાઓ ઉપર એસઓજીના દરોડા

શરૂ સેકશન રોડ પર બે અને ઈન્દીરા રોડ પર એક દરોડો : બે શખ્સોને રૂા.26,800 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા : એક શખ્સની રૂા.6630 ના મુદ્દામાલ સાથે અટકાયત : ઈન્દીરા રોડ પર રૂા.16,490 ના મુદ્દામાલ સાથે શખ્સ ઝબ્બે : દિ.પ્લોટમાંથી રૂા.11,120 ના મુદ્દામાલ સાથે શખ્સ ઝડપાયો

- Advertisement -

જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર જાહેરમાં આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કલકતા નાઈટ રાઇડર્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચેના મેચના જીવંત પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા બે શખ્સોને એસઓજીએ રૂા.26,800 ના મુદ્દામાલ સાથે તથા આ જ રોડ પર અન્ય હોટલ નજીકથી ક્રિકેટનો જૂગાર રમાડતા એક શખ્સને રૂા.6,630 ના મુદ્દામાલ સાથે એસઓજીની ટીમે ઝડપી લીધા હતાં. જામનગરમાં ઈન્દીરા રોડ પર આવેલી દુકાન નજીક જાહેરમાં આઈપીએલનો ડબ્બો રમાડતા શખ્સને એસઓજીએ રૂા.16,490 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જામનગરના 49 દિગ્વીજય પ્લોટ રોડ પરથી સિટી સી ડીવીઝન પોલીસે ક્રિકેટનો ડબ્બો ચલાવતા એક શખ્સને રૂા.11,120 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દેશભરમાં અત્યારે આઈપીએલ 20-20 ક્રિકેટ મેચનો ફીવર ચાલી રહ્યો છે. આ ક્રિકેટ મેચના જીવંત પ્રસારણ ઉપર કરોડો રૂપિયાના સોદાઓ કરી હારજીતનો જૂગાર રમાડાતો હોય છે. ત્યારે જામનગર શહેરમાં પણ પોલીસે ચાર સ્થળોએ ક્રિકેટના ડબ્બા ચલાવતા શખ્સોને ઝડપી લીધા હતાં. જે પૈકીના પ્રથમ દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર આવેલી હોટલમાં શનિવારે રાત્રિના આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કલકતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે રમાતી 20-20 ક્રિકેટ મેચના જીવંત પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ આર.વી. વીંછી તથા સ્ટાફે રેઈડ દરમિયાન કરણ ઉર્ફે કરણો વશરામ પરમાર અને જીતેન્દ્ર ઉર્ફે જીતુ મનસુખ વિઠ્ઠલાણી નામના બે શખ્સોને તેના મોબાઇલમાં ક્રિકેટનો જૂગાર રમાડતા ઝડપી લઇ રૂા.21,800 ની રોકડ રકમ અને પાંચ હજારની કિંમતનો મોબાઇલ સહિત કુલ રૂા.26,800 ના મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા કરશન સોલંકી મો.6359450904 ની સંડોવણી ખુલ્લી હતી.

બીજો દરોડો, શરૂ સેકશન રોડ પર જ અન્ય હોટલમાં રહેલા ટીવીમાં લાઈવ પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા કૌશિક ધીરજલાલ નિમાવત નામના શખ્સને એસઓજીની ટીમે ઝડપી લઇ રૂા.6630 ની રોકડ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા કૌશિક આ જૂગારની કપાત અલ્પેશભાઈ ઉર્ફે અપુરાજ અને મો.6358819076 નંબર તથા મો.6358819072 નંબરના બે મોબાઇલ ધારક પાસે કરાવતો હોવાનું ખુલતા એસઓજીએ ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર શહેરમાં ઈન્દીરા રોડ પર જાહેરમાં રવિવારે સાંજના સમયે આઈપીએલ 20-20 માં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સના જીવંત પ્રસારણ ઉપર મોબાઇલ એપ્લીકેશનમાં રનફેરનો જૂગાર રમતાડતા ઘનશ્યામ કેશ પાગડાર નામના શખ્સને એસઓજીની ટીમે ઝડપી લઇ તેની પાસેથી રૂા.11,490 ની રોકડ રકમ અને રૂા.5000 ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા.16,490 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા હારજીતના સોદાઓ સુરતના ખેન્નીભાઈ મો.8849440869 અને મયુરસિંહ તેજુભા જાડેજા જામનગર મો. 93277 54577 પાસે કરાવતો હોવાની કેફિયત આપતા ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોથો દરોડો જામનગરમાં ચારણનેશ પાસે જાહેરમાં રવિવારે સાંજના સમયે 20-20 માં લખનૌ સુપર અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાતા મેચના પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા જયેશ રામચન્દ્ર ગજરા નામના શખ્સને સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.1120 ની રોકડ રમ અને રૂા.10000 ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.11,120 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ જૂગાર દરોડામાં વસંત ગજરા – જામનગર મો.72019 11539 અને બુકી મો.73831 01173 ના નામો ખુલતા પોલીસે ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular