Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસસરા દ્વારા જમાઈની નિર્મમ હત્યા, ભાઇએ મૃતકના સાસુનું ઢીમ ઢાળી હત્યાનો બદલો

સસરા દ્વારા જમાઈની નિર્મમ હત્યા, ભાઇએ મૃતકના સાસુનું ઢીમ ઢાળી હત્યાનો બદલો

- Advertisement -

જામનગર તાલુકાના હાપા વિસ્તારમાં રવિવારે ખૂની ખેલ ખેલાયો હતો. હાપામાં રહેતા યુવાને 10 માસ પહેલા લગ્ન કર્યા હોવાથી યુવતીના પરિવારજનોને મંજૂર ન હતું અને છેલ્લા એકાદ વર્ષથી ગજગ્રાહ ચાલતો હતો. હાપા મેઇન રોડ પર સસરાએ જમાઇ ઉપર અનાજની બોરીમાં ભરાવવાની અણીવારી બંબીના ઘા ઝીંકી યુવાન જમાઈની નિર્મમ હત્યા નિપજાવી હતી. પ્રેમ લગ્નમાં યુવાનની હત્યા બાદ મૃતક યુવાનના ભાઈએ ખૂન કા બદલા ખૂન કરવા હાપા માં ચાંદની ચોકમાં મૃતકના સાસુને આંતરીને પેટમાં તથા સાથળના ભાગે છરીના આઠથી નવ આડેધડ ઘા ઝીંકતા ગંભીર હાલતમાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજતા આ પ્રેમ પ્રકરણમાં જમાઈ અને સાસુની હત્યા થઈ હતી. હત્યાની જાણ થતા પોલીસ અધિક્ષક સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બન્ને પક્ષની સામસામી હત્યાના બનાવનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

satubha-zala

ખૂન કા બદલા ખૂન ના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના હાપા વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા સોમરાજ રાણસુર સોરીયા (ઉ.વ.23) નામના યુવાને 10 માસ પૂર્વે હાપામાં યોગેશ્વર ધામ સોસાયટીમાં રહેતા સતુભા ભીમજી ઝાલાની પુત્રી રૂપલબા સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા. પરિવારજનોની મંજૂરી વિના રૂપલબા સાથે ભાગીને લગ્ન કર્યા હોવાથી રૂપલબાના પરિવારજનોને મંજૂર ન હતું અને લગ્ન કર્યા ત્યારથી ગજગ્રાહ ચાલતો હતો. દરમિયાન રવિવારે સવારના સમયે જામનગર નજીકના હાપા મેઇન રોડ પરથી બાઈક લઈને ભાઈ સાથે સોમરાજ પસાર થઈ રહ્યો હતો ત્યારે સામેથી તેના સસરા સતુભા ઝાલા આવી પહોંચ્યા હતા અને તેને પડકાર્યો હતો. સસરાનો ગુસ્સો જોઈને સોમા ચારણ નજીકમાં જ આવેલા બાઈકના શોરૂમ માં ઘુસી ગયો હતો જ્યાં સસરાએ પીછો કરી જમાઇ સોમરાજને આંતરીને અનાજની બોરીમાં ભરાવવાની અણીવારી બંબીના ચારથી પાંચ ઘા ઝિંકી દેતા જમાઈ લોહી નીતરતી હાલતમાં ત્યાં જ ઢળી પડયા હતા અને તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયુ હતુ.

- Advertisement -

હત્યાના બનાવની જાણ થતા મૃતકના બુધાભાઈ, અમરાભાઇ, લગધીરભાઈ નામના ભાઈઓ દોડી આવ્યા હતા. યુવાન ભાઈના મૃતદેહને જોઈ આવેશમાં આવી ભાઈની હત્યાનો ખાર રાખી લગધીર રાણસુર સોરિયા નામનો શખ્સ હાપામાં ચાંદની ચોક પાસે પહોંચ્યો ત્યારે રસ્તામાં જ મૃતક સોમરાજના સાસુ આશાબા સતુભા ઝાલા મળી આવતા તેને આંતરીને પેટના તથા સાથળના ભાગે જાહેરમાં આડેધડ છરીના આઠથી નવ ઘા ઝીંકયા હતાં. એકાએક થયેલા જીવલેણ હુમલામાં લોહી લુહાણ હાલતમાં મહિલા ઢળી પડયા હતાં. ત્યારબાદ મહિલાને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. હાપામાં શો-રૂમ પાસે સોમરાજ સોરિયાની અને હાપાના ચાંદની ચોકમાં આશાબાની હત્યા નિપજયાના બનાવની જાણ થતા

પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા એલ.સી.બી એસ.ઓ.જી. પંચકોશી એ. ડિવિઝન તથા બી. ડિવિઝન પોલીસનો કાફલો હાપા મેઇન રોડ પર તેમજ યોગેશ્વર ધામ સોસાયટી અને જી.જી હોસ્પીટલે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને આ બનાવ અંગે રાણસુર સોરિયાના નિવેદનના આધારે તેના ભાઈ સોમરાજ સોરિયાની તેના સસરા સતુભા ભાઈજી ઝાલા દ્વારા હત્યા નિપજાવ્યાનો ગુનો નોંધ્યો હતો. જ્યારે હત્યાના બીજા બનાવમાં આનંદબા સિધ્ધરાજસિંહ જાડેજાના નિવેદનના આધારે લગધીર રાણસુર સોરિયાએ તેના ભાઈ સોમરાજની હત્યાનો બદલો લેવા આશાબા સતુભા ઝાલા ઉપર છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાની પીએસઆઈ જે.કે. રાઠોડ તથા જે.ડી. પરમાર તેમજ સ્ટાફે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
  • મહિલાના હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી લેતી એલસીબી

જામનગર તાલુકાના હાપા ગામમાં 10 માસ પૂર્વે પ્રેમલગ્ન કરનાર સોમરાજ રાણસુર સોરિયા નામના યુવાનના સસરા સતુભા ભાઈજી ઝાલાને તેની પુત્રી સાથે કરેલા પ્રેમલગ્ન મંજૂર ન હતાં અને લગ્ન થયા ત્યારથી મનદુ:ખ ચાલતું હતું.

દરમિયાન રવિવારે સવારના સમયે સતુભા ઝાલાએ જમાઈ સોમરાજ સોરિયાની હત્યા નિપજાવ્યા બાદ આ હત્યાનો બદલો લેવા સોમરાજના ભાઈ લગધીર ઉર્ફે લકકી ઉર્ફે ટકો રાણસુર સોરિયા નામના શખ્સે મૃતક સોમરાજની સાસુ આશાબા સતુભા ઝાલા નામના મહિલા ઉપર છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. હત્યાના આરોપી અંગે યશપાલસિંહ જાડેજા, ભગીરથસિંહ સરવૈયા, સંજયસિંહ વાળાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ કે.કે.ગોહિલ તથા પીએસઆઈ આર.બી.ગોજિયા, બી.એમ. દેવમુરારી અને સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, ખીમભાઈ ભોચિયા, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી સહિતના સ્ટાફે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ વડે લગધીર ઉર્ફે લકકી ઉર્ફે ટકો રાણસુર સોરિયા નામના શખ્સને ધુંવાવ હાઉસીંગ બોર્ડ કવાર્ટસ પાસેથી દબોચી લઇ પંચ એ પોલીસને સોંપી આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular