જામનગરમાં તા.28 માર્ચના રોજ પ્રોફેશ્નલ ફોટોગ્રાફર્સ કલબ, જામનગર દ્વારા જનરલ મિટિંગ ગ્રાફિક પ્લોટ, જામનગર ખાતે યોજવામાં આવી હતી. આ મિટિંગમાં કલબના સભ્યો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને સંસ્થા દ્વારા ગત વર્ષના હિસાબો રજૂ કરવામાં આવ્યાં હતાં તેમજ કલબ દ્વારા આગામી બે વર્ષ માટે સંસ્થાની નવી કારોબારીની સીલેકશન દ્વારા સંસ્થાના આઈઆઈપી રાજુ સોમપુરા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
જેમાં મનિષ મિસ્ત્રી અને રાજુ સોમપુરા (એડવાઈઝર), મુકેશ સોલંકી (આઈઆઈપી) ઋષિકેશ જોશી (પ્રમુખ), પ્રહલદા સિંઘવ (મંત્રી), સુભેષ જોશી (ખજાનચી), રાજુ કટારિયા (ઉપપ્રમુખ), શંકરલાલ નેહલાણી (સહમંત્રી) તથા કારોબારી સભ્યો તરીકે સંદીપ મિસ્ત્રી, મનિષ સોલંકી, હિતેશ વાંઝા, અમિત સોમપુરા, જીતેન્દ્ર ગુસાણીની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી હતી.