Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરફાયર શાખાના અધિકારી-કર્મચારીઓની ફરજ નિર્ધારિત કરવામાં આવી

ફાયર શાખાના અધિકારી-કર્મચારીઓની ફરજ નિર્ધારિત કરવામાં આવી

ઇન્ચાર્જ ડે.ચિફ ફાયર ઓફિસર સી.એસ.પાંડિયનને નિયમિત નિમણુંક આપવામાં આવી : કર્મચારીઓને ફરજ અને જવાબદારીની ચુસ્ત પાલન કરવાનું રહેશે

- Advertisement -

જામનગર મહાપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વિભાગમાં ફરજ બજાવતાં અધિકારીઓ અને કર્મચારીઓની ફરજ અને કામગીરી નિરધારીત કરવામાં આવી છે. ઇન્ચાર્જ ડે.ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતાં સી.એસ.પાંડિયનને નિયમિત નિમણુંક આપવામાં આવી છે. જયારે જુદાં-જુદાં ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતાં ફાયર કર્મીઓને કુલ ત્રણ સિફટમાં કામગીરી નિરધારીત કરી દેવામાં આવી છે. આગામી ચોમાસું તેમજ ઇમરજન્સી સેવાઓને ધ્યાનમાં રાખી સમયબધ્ધ રીતે કામગીરી થાય તે માટે ફાયરશાખાને ચુસ્તદુરસ્ત બનાવવામાં આવી છે. જામ્યુકો કંપાઉન્ડમાં આવેલાં મુખ્ય ફાયર સ્ટેશનને બે સ્ટેશન ઓફિસરને જવાબદારી સોંપવામાં આવી છે. હાલમાં ઇન્ચાર્જ ડે.ચિફ ફાયર ઓફિસર તરીકે અને સ્ટેશન ઓફિસર વર્કશોપ તરીકે ફરજ બજાવતાં સી.એસ.પાંડિયનને નિયમિત નિમણુંક આપી દેવામાં આવી છે. તેઓ કર્મચારીઓ બરાબર ફરજ બજાવે છે કે, તેમજ ફાયર શાખાના તમામ વાહનોને મેન્ટેનન્સ ઉપર ધ્યાન આપશે. તેમજ ઉપરી અધિકારીઓ સાથે સંકલનમાં રહીને કર્મચારીઓને રજાઓ મંજૂર કરવાનો નિર્ણય કરશે. આ ઉપરાંત સંદીપ પંડયા અને સુમડ ઉપેન્દ્રને સ્ટેશન ઓફિસરની જવાબદારી સોંપવામાં આવી છે. સ્ટેશનની તમામ ગતિવિધીઓ, ક્ધટ્રોલરૂમ, મોકડ્રીલ, વીઆઇપી બંદોબસ્ત, કર્મચારીઓને તાલીમ, ડ્રીલ વગેરે કામગીરી કરવાની રહેશે.

- Advertisement -

આ ઉપરાંત ઇન્દિરા માર્ગ ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર તરીકે સજુભા જાડેજા અને ઉમેશ ગામેતીને જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ સ્ટેશનની સંપૂર્ણ કામગીરી પર દેખરેખ રાખશે. જયારે બેડેશ્ર્વર ફાયર સ્ટેશનની જવાબદારી કામીલ મહેતા અને જશમીન ભેંસદડીયાને સોંપવામાં આવી છે. ફાયર સ્ટેશન ઓફિસર કર્મચારીઓની સંખ્યા મુજબ વિકલી ઓફ અને સીએલ રજા મંજૂર કરી શકશે. નિર્ધારીત રજાઓ કરતાં વધુ રજા મેળવવા માટે ચીફ ફાયર ઓફિસર તથા ડે.ચીફ ફાયર ઓફિસરની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. આ ઉપરાંત જામનગર શહેરના કુલ 16 વોર્ડમાં આઠ સ્ટેશન ઓફિસરોએ સરખે ભાગે ફાયર એનઓસી અંગેની વોર્ડ વાઇઝ કામગીરી કરવાની રહેશે. શહેરના ત્રણેત્રણ ફાયર સ્ટેશનમાં કફરજ બજાવતાં કર્મચારીઓની ત્રણ સિફટમાં કામગીરીની વહેંચણી કરી દેવામાં આવી છે. તેમજ આ કર્મચારીઓના વિકલી ઓફ પણ નકકી કરી લેવામાં આવ્યા છે. દરેક ફાયર સ્ટેશનમાં કુલ બાર-બાર કર્મચારીઓ ફરજ બજાવશે. આ નવી વ્યવસ્થાનો 14 મેથી અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. જે મુજબ પહેલી સિફટ સવારે છ થી બપોરે બે, બીજી સિફટ બપોરે બે થી રાત્રે દસ અને ત્રીજી સિફટ જે નાઇટસિફટ તરીકે ઓળખાશે તે રાત્રે દસ થી સવારે છ વાગ્યા સુધીની રહેશે. તમામ કર્મચારીઓએ સંપુર્ણ યુનિફોર્મમાં ફરજ બજાવવાની રહેશે. તેમજ એક વખત ફરજ પર હાજર થયા બાદ સ્ટેશન છોડી શકશે નહીં. અકસ્માત કે ઇમરજન્સી કોલમાં ફરજીયાત સ્ટેશન ઓફિસરને જાણ કરવાની રહેશે. તેમજ કોઇ પણ કર્મચારી પોતાની જાતે ફરજની અદલાબદલી કરી શકશે નહીં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular