ભારતીય રેલવે મંત્રાલયે આવા ડાંડ 19 ઊચ્ચકક્ષાના કર્મચારીઓને એક જ દિવસમાં ફરજિયાત નિવૃત્ત કરી દીધા છે. આ કર્મચારીઓ કામ કરતા ન હતા અને કામ થવા પણ દેતા ન હતા. માટે રેલવે મંત્રાલયે કડક પગલાં લઈને તેમને ઘરે બેસાડી દીધા છે. રેલવે તંત્ર બહુ મોટું છે અને થોડા કર્મચારીઓની ખોટી દાનતને કારણે આખુ તંત્ર બગડે છે. જે કર્મચારીઓને ફરજ પડાઈ એ જનરલ મેનેજર કે પછી સેક્રેટરી કક્ષાના અધિકારીઓ હતા.
કર્મચારીઓ જ કામ ન કરે તો પોતાના હાથ નીચેના કર્મચારીઓ પાસેથી કઈ રીતે કામ લઈ શકે? માટે રેલવે મંત્રાલયે છેલ્લા 11 મહિનામાં 100 જેટલા અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દીધા છે. ફન્ડામેન્ટલ રૂલ્સની કલમ 56-જે મુજબ સરકાર નકામા કર્મચારીઓ સામે આવી કાર્યવાહી કરી શકે છે.