ગઇકાલે આંતરરાષ્ટ્રીય નર્સિસ-ડેની ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં પણ આંતરરાષ્ટ્રીય નર્સિસ-ડે નિમિત્તે આઇટીઆરએ દ્વારા સાંસ્કૃત્તિક કાર્યક્રમનું ધનવંતરી ઓડિટોરીયમ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદીકા અમૃત મહોત્સવ અને આંતરરાષ્ટ્રીય નર્સિસ-ડેની ઉજવણીના ભાગરુપે યોજાયેલ સાંસ્કૃત્તિક કાર્યક્રમમાં નર્સ દ્વારા વિવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમો યોજાયા હતાં.