જામનગરના ગુલાબનગર પાસે ટી પી અંતર્ગત મહાપાલિકાની એસ્ટેટ શાખા એ આજે સવારે પોલીસ બંદોબસ્ત સાથે 20 મકાનો પાડતોડ કરવાની કામગીરી હાથ ધરાતા લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવતા હાલ પૂરતી આ પાડતોડ કામગીરી મુલત્વી રાખવામાં આવી હતી અને થોડાં સમય બાદ ફરીથી પાડતોડ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના ગુલાબનગર નવનાલા પાસેના વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ટી પી અંતર્ગત 20 જેટલા મકાનો પાડતોડ કરવાની કામગીરી આજે સવારે હાથ ધરવામાં આવી હતી. પોલીસ કાફલા સાથે પહોંચેલી મહાપાલિકાની ટીમનો સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ અને રજૂઆત કરાતા થોડા સમય પૂરતી મુલત્વી રાખી આ પાડતોડ કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરવામાં આવી હતી.