જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાછળ આવેલી વ્રૃજ વલ્લભ સોસાયટીમાં પ્લાનિંગ મુજબનો રસ્તો કે જે વાડી વિસ્તારમાંથી પસાર થતો હોય તેને જામ્યુકોના એસ્ટેટ વિભાગ દ્વારા આજે ખુલ્લો કરાવવામાં આવ્યો હતો. આ વિસ્તારના વિકાસને ધ્યાનમાં રાખીને જામ્યુકોની એસ્ટેટ શાખાએ આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીન વડે વાડીનો રસ્તો ખુલ્લો કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમયે કેટલાક લોકો એકત્ર થઇ ગયા હતા. પરંતુ મહાપાલિકાએ રસ્તામાં આવતા ઝાડી-ઝાંખરા તેમજ બાવળિયા દૂર કરીને રસ્તો ખુલ્લો કર્યો હતો.