Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમસાલા દળવા માટે મશીનની ઘર આંગણે સુવિધા

મસાલા દળવા માટે મશીનની ઘર આંગણે સુવિધા

- Advertisement -

રસોઇના અવિભાજ્ય અંગ મરી-મસાલા અને તેજાનાની મોસમ ઉનાળાના પ્રારંભ સાથે આવી ચૂકી છે. ગૃહિણીઓ પોતાના ટેસ્ટ અને સગવડ પ્રમાણે મસાલા ભરવાની તૈયારીમાં લાગી ચૂકી છે. હવે તો બારે માસ મસાલા, તેજાના બધુ જ મળે છે. પરંતુ એકસરખા ટેસ્ટ આખુ વર્ષ મેળવવા માટે હજૂ પણ મસાલા ખરીદવા અને દરાવવા માટે મહિલાઓની ભીડ જામે છે. ત્યારે મસાલા દરાવવા માટે મિલ સુધી જવુ ન પડે તે માટે હવે મસાલા દળવાનું મશીન જ લોકોના ઘર આંગણે આવી રહ્યું છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવુ મશીન ફરી રહ્યું છે. જેના થકી મહિલાઓને મસાલા દળવા માટે મિલ સુધી જવું નથી પડતું ઘર આંગણે જ મસાલા દળી શકાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular