ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા) દ્વારા 1 મે થી 8 મે દરમિયાન આયોજિત ‘શ્રીમદ્દ ભાગવત કથા મહોત્સવ’મા પોથીજીયાત્રામા અનુસૂચિત જાતિ સમાજના સાધુ-સંતો તથા સમાજના આગેવાનોને ઘોડા પર બેસાડીને અને રાજપૂત સમાજના યુવાનો દોરીને કથા સ્થળ સુધી લઈ જઈને માન સન્માન મળ્યું હતું. ત્યારે આજે અનુસૂચિત જાતિના લોકો રજપૂત સમાજની વાડી ખાતે એકઠા થઇ ભાગવત્ સપ્તાહમાં વિશાળ સંખ્યામાં જોડાયા હતાં.