જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક નજીક આવેલી સોસાયટીમાં રહેતાં અને મજૂરી કામ કરતા યુવાને હોમ લોન લીધી હોય અને આર્થિક સંકળામણ અનુભવતા શ્રમિકે તેના ઘરે છતના પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ રોડ પર મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી શાન્તોજા સોસાયટીમાં રહેતાં અને મજૂરી કામ કરતા નિલેશ દામજીભાઈ કછેટીયા (ઉ.વ.35) નામના યુવાને હોમ લોન લીધી હતી અને હાલ આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી સંકળામણ અનુભવતો હતો. તેના કારણે જિંદગીથી કંટાળીને સોમવારે સાંજના સમયે તેના ઘરે રૂમના છતના પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની અશ્ર્વિન પરમાર દ્વારા જાણ કરાતા હેકો આર.ડી. ગાંભવા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.