આજરોજ ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી, ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈ નાયબ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી જામનગર મહાનગરપાલિકના પટાંગણમાં સફાઇ કરી ગુજરાતના સ્થાપના દિન અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી.
તેમજ સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.