જામનગરમાં નવાગામઘેડ વિસ્તારમાં એક રહેવાસી દ્વારા ગેસના બાટલામાં ઓછો ગેસ આપવામાં આવતો હોવાની ફરિયાદ ગેસ એજન્સીને કરી છે. આ અંગે વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને જાણ થતા રહેવાસીના ઘરે જઈ ગેસના બાટલાનું વજન કરતા નિયત ગેસ કરતા ઓછો ગેસ મળ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.