Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરિયલ ટ્રસ્ટના સૌજન્યથી નિ:શૂલ્ક મોતિયાનો ઓપરેશનના કેમ્પ

સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરિયલ ટ્રસ્ટના સૌજન્યથી નિ:શૂલ્ક મોતિયાનો ઓપરેશનના કેમ્પ

- Advertisement -

સ્વ. હેમતભાઇ રામભાઇ માડમની સ્મૃતિમાં ટ્રસ્ટ પ્રમુખ પૂનમબેન માડમના સૌજન્યથી રાજકોટના રણછોડદાસબાપુ આશ્રમ-આંખની હોસ્પિટલના સહયોગથી જામનગરના વનીતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઇ ત્રિવેદી દ્વારા મફતમાં આંખના મોતિયાના ઓપરેશનના કેમ્પનૂં આયોજન વિશ્વ પ્રસિધ્ધ ફેકો પધ્ધતિથી લોહી ન નિકળે તેવું મફતમાં નેત્રમણિ બેસાડી નવી દ્રષ્ટિ આપવાનું કામ આ સંસ્થા રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ હેઠળ છેલ્લા 14 વર્ષથી કરી રહી છે.

- Advertisement -

કેમ્પમાં આંખની તપાસ બાદ મોતિયાના ઓપરેશન માટે કેમ્પ પુરો થાય ત્યારે જ રાજકોટ બસમાં લઇ જઇને બે દિવસના રોકાણ બાદ પરત મફતમાં લાવવામાં આવશે. ઉપરાંત દવા-કાળા ચશ્મા-ટીપા તેમજ ભોજન-નાસ્તા, ચા-પાણી વગેરે સેવાઓ નિ:શૂલ્ક મળશે.

તા. 1ના સવારે 9:30 થી 11:30 સુધી ગીતા વિદ્યાલય, કાશિ વિશ્ર્વનાથ મંદિર પાસે, કે.વી. રોડ, જામનગરમાં દર્દીઓને આવવા અનુરોધ કરાયો છે. ઓપરેશન પછીની ફોલોઅપ સારવાર બીજા કેમ્પમાં મફત છે. દર્દીઓએ આધારકાર્ડની એક ઝેરોક્ષ નકલ સાથે લાવવી. વધુ માહિતી માટે નટુભાઇ ત્રિવેદી-પ્રમુખ-ટ્રસ્ટી મો. 99980 95210નો સંપર્ક કરવો. આ વિશિષ્ટ સેવા કેમ્પમાં સહયોગ સાંસદ પૂનમબેન માડમ દ્વારા તેમના પિતા સ્વ. હેમતભાઇ રામભાઇ માડમની સ્મૃતિમાં યોજવામાં આવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular