Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતહિમ્મતનગરમાં રામનવમી પર હિંસા થઇ તે સ્થળે પહોચ્યું બુલડોઝર

હિમ્મતનગરમાં રામનવમી પર હિંસા થઇ તે સ્થળે પહોચ્યું બુલડોઝર

15 દિવસ પહેલા રામનવમીના દિવસે હિંમતનગરમાં જે જગ્યાએ હિંસા થઈ હતી ત્યાં આજે ગેરકાયદે બાંધકામ તોડવા બુલડોઝર પહોંચ્યું હતું. વહીવટીતંત્રના ડરથી સ્થાનિક લોકોએ બુલડોઝર આવે તે પહેલા જ બિલ્ડિંગને તોડી પાડવાનું શરૂ કરી દીધું હતું.  નગર પાલિકા દ્વારા ટીપી રોડ પરના દબાણો દૂર કરવાની કામગીરીને લઈને જિલ્લાભરની પોલીસ ખડકી દેવામાં આવી છે.

- Advertisement -

સાબરકાંઠાના હિંમતનગરમાં રામનવમી પર શોભાયાત્રમાં પથ્થરમારો થયો હતો. જે વિસ્તારમાં પથ્થરમારો થયો હતો ત્યાં આજે તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે અને દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિકને અડચણરૂપ બનેલા અતિક્રમણને દૂર કરવામાં આવ્યા છે. આ પ્રકરણમાં સોમવારે જ હિંમતનગર વિસ્તારમાં અતિક્રમણ દૂર કરવા લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી. અને બુલડોઝર પહોચ્યું ત્યાં જ લોકો દબાણો દુર કરવા લાગ્યા હતા.

આજે સવારથી સ્થાનિક તંત્ર અને પોલીસ સાથે રહી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. પાલિકા દ્વારા નવનિર્મિત ટીપી રોડ માં આવતા દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં ત્રણ પાકી દુકાનો સહિત નાના મોટા દબાણો દૂર કફવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

અંતે ઉલ્લેખનીય છે કે 10 એપ્રિલે સાબરકાંઠામાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા કાઢવામાં આવેલી રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો. જેમાં પોલીસકર્મીઓને પણ ઈજા થઇ હતી. અને આ હિંસા પાછળનો માસ્ટર માઈન્ડ એક મૌલવી છે જે ઘટના બાદ ફરાર થઈ ગયો છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular