Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા શારીરિક ક્ષતિગ્રસ્ત સ્પર્ધકો માટેના ખેલ મહાકુંભનો પ્રારંભ

જામનગર જિલ્લા શારીરિક ક્ષતિગ્રસ્ત સ્પર્ધકો માટેના ખેલ મહાકુંભનો પ્રારંભ

જુદી જુદી 8 કેટેગરીમાં 76 બહેનો અને 127 ભાઈઓ સહિત 203 સ્પર્ધકો જોડાયા

- Advertisement -

ગુજરાત રાજ્યના ખેલ મહાકુંભ અંતર્ગત જામનગર જિલ્લા ક્ષતિગ્રસ્ત (દિવ્યાંગો માટે)ની સ્પર્ધા માટે આજે ધન્વંતરી મેદાનમાં ખેલ મહાકુંભ યોજવામાં આવ્યો છે. જેમાં જુદી જુદી આઠ કેટેગરીની સ્પર્ધાઓ યોજવામાં આવી છે. આ સ્પર્ધામાં 76 દિવ્યાંગ બહેનો અને 127 દિવ્યાંગ ભાઈઓ સહિત 203 દિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધો છે. જેઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાને અનુક્રમે પાંચ હજર,ત્રણ હજાર અને બે હજારના રોકડ પુરસ્કાર એનાયત કરાયા છે.

- Advertisement -

જામનગર જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા આજે જિલ્લા કક્ષાનો શારીરિક ક્ષતિગ્રસ્ત ખેલ મહાકુંભનો જામનગરના ધન્વંતરી મેદાનમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ આજે જામનગરની દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થા આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટના પ્રમુખ સતારભાઈ દરજાદા અને તેમની ટીમ પણ જોડાઈ છે અને વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે. આ ખેલ મહાકુંભમાં 127 દિવ્યાંગ ભાઈઓ અને 76 દિવ્યાંગ બહેનો સહીત ફુલ 203 દિવ્યાંગો જોડાયા છે.

- Advertisement -

જેમાં સાયકલ રેસ, વિલચેર હર્ડલ, ગોળા ફેક, ચક્ર ફેક,ભાલા ફેંક, 100 મીટરની દોડ, લાંબી કૂદ અને ઉંચીકુદ સહિતની જુદી-જુદી આઠ સ્પર્ધાઓ યોજવામાં આવી છે. પ્રત્યેક વિભાગમાં એ.બી.સી. કેટેગરી પાડવામાં આવી છે. તેમજ 16 થી 35 અને 35 વર્ષથી ઉપરની વયના દિવ્યાંગો એમ બે વિભાગોમાં અસ્થિવિષયક (દિવ્યાંગ) સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. જેમાં પ્રથમ ક્રમે વિજેતા થનાર સ્પર્ધકને પાંચ હજાર રૂપિયા, દ્વિતિય સ્થાને વિજેતા દિવ્યા સ્પર્ધકને ત્રણ હજાર, જ્યારે તૃતિય સ્થાને વિજેતા થનાર સ્પર્ધકને 2,000 રૂપિયાના રોકડ પુરસ્કારો અપાયા છે. જે પણ અત્યાર સુધીની સ્પર્ધાના સૌથી વધુ છે. જેથી દિવ્યાંગો પણ વિજેતા બન્યા પછી ખુશખુશાલ થયા છે. જામનગર જિલ્લા રમત ગમત અધિકારીની ટીમ દ્વારા સમગ્ર સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે. સાથોસાથ તમામ સ્પર્ધકો માટે નાસ્તા ઉપરાંત ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular