Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયપ્રયાગરાજમાં એક જ પરીવારના 5 લોકોની હત્યા કરી ઘરમાં આગ લગાડી

પ્રયાગરાજમાં એક જ પરીવારના 5 લોકોની હત્યા કરી ઘરમાં આગ લગાડી

- Advertisement -

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સામૂહિક હત્યાથી ચકચાર મચી જવા પામી છે. પ્રયાગરાજના શિવરાજપુર ગામમાં એક જ પરિવારના 5 લોકોની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. હત્યારાઓએ વૃદ્ધ દંપતી અને તેમની પુત્રી, પુત્રવધૂ, પૌત્રીની હત્યા કરી હતી. આ હત્યામાં માત્ર પાંચ વર્ષની બાળકી બચી ગઈ હતી. એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી શખ્સોએ પુરાવાનો નાશ કરવા ઘરને આગ લગાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે હત્યાનો પર્દાફાશ કરવા માટે સાત ટીમો બનાવી છે.

- Advertisement -

પોલીસે તમામ મૃતદેહોને કબજામાં લીધા છે. ડોગ સ્કવોડ અને ફોરેન્સિક ટીમની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતકોમાં રાજ કુમાર યાદવ (ઉ.વ.55), તેમની પત્ની કુસુમ (ઉ.વ.50), પુત્રી મનીષા (ઉ.વ.25), પુત્રવધૂ સવિતા (ઉ.વ.27) અને પૌત્રી મીનાક્ષી (ઉ.વ.2)નો સમાવેશ થાય છે. પૌત્રી સાક્ષી (ઉ.વ.5) નો જીવ બચી ગયો છે.હાલ બાળકીને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે બેડ રૂમમાં આગ લાગી હતી. આથી પોલીસે તમામ મૃતદેહને ઘરમાંથી બહાર કાઢ્યા હતા. હત્યાનો પર્દાફાશ કરવા માટે સાત ટીમો બનાવવામાં આવી છે. પોલીસ દ્વારા આ અંગે તપાસ શરુ કરવામાં આવી છે. આ અગાઉ પણ પ્રયાગરાજમાં 5 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે આજે આવી વધુ એક ઘટનાથી સનસનાટી મચી જવા પામી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular