ભુજના ધોળાવીરા નજીક આવેલ ભંજડા દાદાના મંદિરે તાજેતરમાં જ મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક વૃદ્ધા પણ કથા સાંભળવા માટે આવ્યા હતા. તે પહેલા ત્યાંથી થોડે દુર આવેલ ખડીર દ્વીપમાં આવેલા એક મંદિરે તેઓ દર્શન કરવા જઈ રહ્યા હતા. અને આ દુર્ગમ સ્થાન પર આવેલા ડુંગરના પગથિયા ચઢતી વખતે તેઓને ચક્કર આવતા પડી ગયા હતા.
જે અંગેની જાન ત્યાં બંધોબસ્તમાં રહેલ મહિલા કોન્સ્ટેબલને થઇ હતી અને તેઓએ તાત્કાલિક વૃદ્ધાને પ્રાથમિક સારવાર આપી પાણી પીવડાવ્યું હતું અને ભાનમાં લાવ્યા હતા. બાદમાં મહિલા કોન્સ્ટેબલે વૃદ્ધાને 5કિમી સુધી ઉચકીને કથા સ્થળે પહોચ્યાં હતા. આ વિડીઓ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મહિલા પોલીસકર્મચારી વર્ષાબેન માજીવાભાઈ પરમારની પણ ખુબ જ પ્રશંશા થઇ રહી છે.
#Gujarat #Bhuj @SPWestKutch @SP_EastKutch @GujaratPolice
મહિલા કોન્સેબલની માનવતા, વૃદ્ધાને 5 કિમી સુધી ઊંચકીને ચાલ્યા
ખડીર દ્વીપ પાસે મંદિરે દર્શન કરવા જઈ રહેલ વૃદ્ધાને ચક્કર આવતા પડી જતા મહિલા કોન્સ્ટેબલ તેમને ઊંચકીને લઇ ગયા pic.twitter.com/BAzXGW1zKo
— Khabar Gujarat (@khabargujarat) April 22, 2022