બિહારના પટનામાં એક મહિલા 8 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં ખાબકી હતી. એક મહિલા રીક્ષાની પાછળ ફોન પર વાત કરતાં કરતાં જઇ રહી હતી. અને અચાનક જ ખુલ્લી ગટરના હોલમાં ખાબકી હતી. પરંતુ ત્યાં ઉભેલા લોકોએ તાત્કાલિક તેણીને બહાર કાઢીને બચાવી લીધી હતી. પ્રશાશનની બેદરકારી પર પણ લોકો ઘણા સવાલો ઉઠાવી રહ્યા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
પટનામાં ફોન પર વાત કરતી વખતે ખુલ્લી ગટરમાં મહિલા ખાબકી
સ્થાનિકોએ એકઠા થઇ મહિલાનો જીવ બચાવ્યો pic.twitter.com/uIbeGHiHRR— Khabar Gujarat (@khabargujarat) April 22, 2022
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રસ્તા પર ચાલી રહેલી એક મહિલા અચાનક ગટરમાં પડી જાય છે. પાછળથી આવતા લોકોએ તરત જ મહિલાને બહાર કાઢી જીવ બચાવ્યો હતો. આ ઘટના પટનાના વોર્ડ નંબર 56ની જણાવવામાં આવી રહી છે. ગટરની ઊંડાઈ સાતથી આઠ ફૂટ જેટલી હોવાનું કહેવાય છે.