જામનગર તાલુકાના શેખપાટ નજીક જાહેર રોડ પર મોબાઈલમાં આઈપીએલ 20-20 ના મેચના પ્રસારણ ઉપર જૂગાર રમાડી પૈસાની હારજીત કરતા શખ્સને એલસીબીની ટીમે રોકડ અને મોબાઇલ સહિત રૂા.25,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડા અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના શેખપાટ ગામની સીમમાં આવેલા વોટરપાર્ક નજીક જાહેરમાં આઈપીએલનો સટ્ટો રમાડતા હોવાની એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ કિશોર પરમારને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ એસ.એસ. નિનામાની સૂચનાથી પીએસઆઈ આર.બી.ગોજિયા, બી.એમ. દેવમુરારી, કે.કે. ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, ખીમભાઈ ભોચિયા, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે હનિફ ઈસ્માઈલ હમીરાણી નામના શખ્સને ઝડપી લીધો હતો.
એલસીબીની ટીમે હનિફ પાસેથી રૂા.20,500 ની રોકડ રકમ અને રૂા.5,000 ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા. 25,500 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ જૂગારની કપાત સુભાષ જોઇસર લેતો હોવાની કેફિયતના આધારે એલસીબીએ બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.