ડાયાબિટીસ હવે ભારતમાં સામાન્ય થઇ ગયો છે અને તેના દર્દીઓની સંખ્યા પણ વધુ હોય તેમજ તેની દવા આજીવન લેવી પડતી હોય છે. આથી તેની દવા એક અનિવાર્ય જરુરિયાત બની છે, આ પરિસ્થિતિમાં ડાયાબિટીસ સહિત અન્ય બીમારીઓની 15 દવાની કિંમત નક્કી કરાઈ છે. રાષ્ટ્રીય ઔષધિ મૂલ્ય નિર્ધારણ ઓથોરિટી (એનપીપીએ)એ દવાઓના છૂટક મૂલ્યની સીમા નક્કી કરી છે.
દવા કંપનીઓએ તે અનુસાર છૂટક મુલ્ય નક્કી કરવા પડશે. ઓથોરિટીએ પોતાના આદેશમાં જણાવ્યું છે કે એસોસિએટેડ બાઓટેક અને ડેલ્સ લેબ દ્વારા બનાવવામાં આવેલ મેટફોર્મિન સાથે ટેનેલિગ્લિટિટન ટેબલેટની કિંમત 14.30 રુપિયાથી ઘટાડીને 7.14 રુપિયા પ્રતિ ગોળી નક્કી કરાઈ છે. આ રીતે ડેપાગ્લિફલોઝિનની સાથે મેટ ફોર્મિન હાઈડ્રોકલોરાઈડ ટેબલેટનું છૂટક મૂલ્ય રૂા. 9.30ની જગ્યાએ રૂા. 10.7 પ્રતિ ગોળી હશે.
આ બન્ને દવાઓ ડાયાબિટીસના રોગીઓને અપાય છે. આ સિવાય હ્યુમન નોર્મલ ઇમ્યુનોગ્લોજુલિન મેડ્રોક્સી પ્રોજેસ્ટેરોન એસ્મેટેટ વગેરે દવાઓની પણ છૂટક કિંમત નક્કી કરવામાં આવી છે. ઓથોરિટીએ જણાવ્યું હતું કે કંપનીઓ ઔષધિ ડેટાબેઝ વ્યવસ્થાપન પ્રણાલીથી ટૂંક સમયમાં જ લિસ્ટ જાહેર કરશે.