જામનગર તાલુકાના અલિયા ગામમાં રહેતી યુવતીનું ત્રણ વર્ષથી થયેલી બીમારી સબબ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગેની જાણ થતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના અલિયા ગામમાં વીરાણી ચોક વિસ્તારમાં રહેતા છગનભાઈ તેજા પરમાર નામના પ્રૌઢની પુત્રી રંજનબેન (ઉ.વ.19) નામની યુવતીને છેલ્લાં ત્રણ વર્ષથી માસિકની તકલીફમાં બ્લીડીંગ વધારે થતું હતું અને આ તકલીફ માટે દવા લેવા છતા સુધારો થતો ન હતો. દરમિયાન ફરીથી વધુ બ્લીડીંગ થવાથી સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગે મૃતકના પિતા છગનભાઈ દ્વારા જાણ કરાતા હેકો એચ.બી. પાંડવ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.