કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા સુશીલાબેન હરેશભાઈ નથુભાઈ સોલંકી નામના 25 વર્ષના મહિલા તેમના કાકીના ઘરે હતા, ત્યારે આ જ વિસ્તારમાં રહેતા વાલીબેન ભીખાભાઈ ચાવડા નામના મહિલાએ લાકડાના બળતણ વડે સુશીલાબેનના માથા ઉપર હુમલો કરતા તેમને લોહી-લુહાણ હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આટલું જ નહીં, મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતા સુશીલાબેનની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે વાલીબેન ચાવડા સામે આઈ.પી.સી. કલમ 324, 504, 506 (2) તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.
ફરિયાદીની બહેનએ આરોપીના પુત્ર સાથે લગ્ન કરેલ હોય, તે બાબતનું મનદુ:ખ રાખીને આ બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.