લીંબુના ભાવ આસમાને પહોચ્યા છે. ત્યારે ચોર હવે લીંબુની ચોરી કરી રહ્યા છે. આવી વધુ એક ઘટના ઉત્તરપ્રદેશમાંથી સામે આવી છે. કાનપુરમાં લીંબુના એક બગીચા માંથી ચોર 15000 જેટલા લીંબુ ચોરી જતા ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.
ઉત્તરપ્રદેશના કાનપુરમાં બિઠૂરમાં ગંગા કિનારે મોટા પ્રમાણમાં લીંબુની ખેતી કરવામાં આવે છે. જેમાં શિવદિન પુરવાના અભિષેક નામના ખેડૂતે તેના ત્રણ વીઘાના લીંબુના બગીચા માંથી 3 દિવસની અંદર 15000 જેટલા લીંબુ ચોરી થયાની ફરિયાદ પોલીસ દફતરમાં નોંધાવી છે. લીંબુના ભાવ અસમાને પહોચતા લીંબુની ખેતી કરતાં ખેડૂતોએ દેખરેખ માટે 50 જેટલા ચોકીદાર રાખ્યા છે. દરેક ચોકીદારની પાછળ 450 રૂપિયાના દરે દરરોજ 22 હજાર 500 રૂપિયાનો ખર્ચ થાય છે.
આ અગાઉ શાહજહાંપુર અને બરેલીમાં લીંબુની ચોરીની ઘટનાઓ સામે આવી હતી. તો ગુજરાતના નડીયાદ માંથી ચોર લીંબુના ઝાડ કાપી ગયા હોવાની ઘટના સામે આવી હતી. હાલ ઉનાળાની સિઝન ચાલી રહી હોય લીંબુના એક કિલોના ભાવ રૂ.300 એ પહોચ્યા છે. જેના પરિણામે હવે ચોર લીંબુની ચોરી પણ કરી રહ્યા છે.