વિશ્વમાં સૌથી વધુ માર્ગ અકસ્માત ભારતમાં સર્જાય છે ત્યારે, આ અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા સાથે વાહનોની ટેકનોલોજી સુધારવા પર પણ ભાર આપવામાં આવી રહ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઓટો મોબાઇલ કંપનીઓ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ ભારતમાં કઇ કાર સૌથી શ્રેષ્ઠ છે. તે જાણવું આપના માટે જરૂરી બની રહેશે.
2014માં ગ્લોબલ એનસીએપીએ ભારતમાં સૌથી સુરક્ષીત કાર કઇ છે તેને લઇને ક્રેસ ટેસ્ટીંગની શરૂઆત કરી હતી. ત્યારથી આજસુધી લગભગ કારના 53 મોડલોનું સેફટી રેટીંગ જાહેર કરવામાં આવ્યું છે. જે નીચે મુજબ છે.
ગ્લોબલ એનસીએપીની આ પહેલને કારણે ભારતમાં સલામત કારોની ડિમાન્ડ વધી છે. ગ્રાહક પણ જાગૃત બન્યા છે. અને ઓટો કંપનીઓ પણ સુરક્ષા પર વધુ કામ કરી રહી છે. પરિણામ સ્વરૂપ છેલ્લાં બે વર્ષમાં અનેક ફાઇવ સ્ટાર વારી કાર લોનચ થઇ છે.
ગ્લોબલ એનસીએપીનું સેફટી રેટીંગ લીસ્ટ જોઇએ તો ફાઇવ સ્ટાર કારમાં ટાટાની ત્રણ અને મહિન્દ્રાની બે કારનો સમાવેશ થાય છે. ભારતમાં ટોપ-5ના લીસ્ટમાં પ્રથમ નંબર Mahindra XUV-700, બીજા નંબરે TATA PUNCH, ત્રીજા નંબરે Mahindra XUV-300, ચોથા નંબર પર TATA Altroz અને પાંચમાં નંબર પર પણ TATA Nexon આવે છે.
કાર ખરીદતા સમયે ગ્રાહકો પોતાની સુરક્ષાને પ્રાધાન્ય આપે અને કાર ખરીદવામાં તેમને સરળતા રહે તે માટે આ રેટીંગ અત્રે પ્રસ્તુત કરવામાં આવ્યું છે.