સાસુ વહુના ઝઘડાઓના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. વરાછા વિસ્તારમાં સાસુએ વહુને પિયર જવાની ના પાડતા વહુએ સાસુની ગળું દબાવીને હત્યા કરી હતી. બાદમાં ઘરને બહારથી તાળું મારી આસામ જવા માટે ભાગી ગઈ હતી. પરંતુ તેના પતિએ સવારે 5 વાગે જ પત્ની અને તેના 2 ભાઇઓને સુરત રેલવે સ્ટેશનેથી પકડી પોલીસ હવાલે કર્યા છે.
સુરતના વરાછામાં લંબે હનુમાન રોડ પર રહેતા સંદિપ ઉર્ફ દેવો નામના યુવકને ચારેક વર્ષ પહેલા સોશિયલ મીડિયા થકી દિપીકા મંડલ સાથે પરિચય થયો હતો અને બાદમાં તે આસામ ગયો અને દીપિકા સાથે લગ્ન કરી લીધા હતા. અને સુરત આવી રહેતા હતા. દીપિકા સથે તેના બન્ને ભાઈ પણ સુરત આવ્યા હતા.
શનિવારે સંદીપ ધંધાર્થે ગયો હતો અને તેના પિતાના ફોન આવ્યા હતા કે તેની માતા ફોન ઉપાડતા નથી. બાદમાં સંદીપે પણ તેના માતા અને પત્નીનો સમ્પર્ક કરવાની કોશિશ કરી હતી. બાદમાં બાજુમાં રહેતા બનેવીનો સંપર્ક કરતા તેણે સંદીપના ઘરે જઇને જોયું તો બહારથી ઘરને તાળું હતું.
બાદમાં સંદીપ અને તેનો બનેવી સુરત રેલ્વે સ્ટેશન પર પહોચ્યાં અને ત્યાંથી તેની પત્ની અને બન્ને ભાઈઓને ઘરે લાવ્યા હતા. ઘરે જઇને જોયું તો તેમની માતાનો મૃતદેહ પડ્યો હતો. બાદમાં સંદીપે તેની પત્ની વિરૂધ ફરિયાદ નોંધાવી હતી. દીપિકાએ પોલીસ પુછપરછમાં જણાવ્યું હતું કે તે તેના ભાઈઓ સાથે દિબ્રુગઢ જવા નીકળી ત્યારે વિમળાબેને જવાની ના પાડી હતી અને ઝઘડો થતાં સાસુનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.