ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. તેઓ આજે દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે જામનગર એરફોર્સ ખાતે તેઓએ ટૂંકું રોકાણ કર્યું હતું.
જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજયકક્ષા મંત્રી આર.સી.મકવાણા, કોમોડોર મારવાહા, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, એર કોમોડોર સોંધી, કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રપતિને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.