જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાંથી આજરોજ ફરી એક વખત તંત્ર દ્વારા ઝુંપડપટ્ટી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, અહીં તંત્ર દ્વારા અનેક વખત ઝુંપડપટ્ટી હટાવવામાં આવે છે. પરંતુ ફરી એજ સ્થિતિ નિર્માણ પામતી હોય છે.
જામનગર શહેર મામલતદાર અને જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રદર્શન મેદાનમાંથી ઝુંપડપટ્ટીનું દબાણ હટાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે સવારથી પોલીસને સાથે રાખી તંત્ર દ્વારા ઝુંપડપટ્ટીઓ હટાવી પ્રદર્શન મેદાન ખાલી કરાવવામાં આવ્યું હતું.