જામનગર શહેરમાં ટાઉનહોલ કેન્દ્રમાં છેલ્લા બાર દિવસથી આધાર કાર્ડની કામગીરી ઠપ્પ હોય, શહેરીજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, હાલમાં લગભગ તમામ સરકારી કામકાજોમાં આધારકાર્ડ જરૂરી હોય, લોકોને પરેશાની થઇ રહી છે. એકતરફ સમગ્ર ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રથમ ધોરણમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી હોય. એવામાં ટાઉનહોલ ખાતેના આધારકાર્ડ કેન્દ્રમાં કોમ્પ્યુટર ઓપરેટરોના આઇડી પાસવર્ડ અચાનક બંધ કરી દેવાતાં લોકોને આધાર કાર્ડ કઢાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.