સરકારી ભારતીઓની તૈયારીઓ કરી રહેલા વિધાર્થીઓ માટે હંમેશા લડત આપતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી છે. યુવરાજસિંહ વિરુધ પોલીસ પર હુમલો કરવાનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસકર્મી પર ગાડી ચડાવવાના આરોપમાં ગાંધીનગર પોલીસે ગુન્હો નોંધી તેની ધરપકડ કરી છે. યુવરાજસિંહ વિરુદ્ધ 332 અને 307ની કલમના આધારે ગુન્હો નોંધવામાં આવ્યો છે. આજે સાંજે 5 વાગ્યે યુવરાજસિંહને કોર્ટમાં રજુ કરવામાં આવશે.
ગાંધીનગર પોલીસે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર ઘટનાના સીસીટીવી પણ રજુ કર્યા હતા. યુવરાજસિંહની કારમાં લગાવેલા કેમેરામાં જ આ ઘટના કેદ થઇ છે. જેનો વિડીઓ પણ સામે આવ્યો છે. વિડીઓમાં જોઈ શકાય છે કે પોલીસને ઘસડીને ગાડી લઈ જાય છે.
#gandhinagar #Yuvrajsinh #student #CCTV #Khabargujarat
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની કારમાં રેકોર્ડ થયેલ સીસીટીવી દ્રશ્યો
પોલીસ કર્મચારી પર ગાડી ચડાવવાનો પ્રયાસ
ગાંધીનગર પોલીસે ફરીયાદ નોંધી pic.twitter.com/q5WlCPqyp6— Khabar Gujarat (@khabargujarat) April 6, 2022