Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયહાથમાં મહેંદી સાથે બાળકીનો જન્મ થયો !, શું છે કારણ, જુઓ VIDEO

હાથમાં મહેંદી સાથે બાળકીનો જન્મ થયો !, શું છે કારણ, જુઓ VIDEO

- Advertisement -

ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે જે ચમત્કારથી ઓછી નથી હોતી. મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં જન્મેલી બાળકી સાથે કંઈક આવું જ થયું. નવરાત્રીના પહેલા દિવસે બાળકીનો જન્મ થયો હતો અને લોકો આ બાળકીને મા દુર્ગાનો અવતાર માની રહ્યા છે. જ્યારે બાળકીનો જન્મ થયો ત્યારે તેના હાથની આંગળીઓમાં મહેંદી લગાવી હોય તેવા લાગે છે.

- Advertisement -

બાળકીનો જન્મ થતાં જ લોકો ચોંકી ઉઠ્યા હતા. કોઈએ કહ્યું કે ચમત્કાર થયો છે તો કોઈએ કહ્યું કે બાળકી માં દુર્ગાનો અવતાર છે. આ સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા અને દૂર-દૂરથી લોકો તેને જોવા માટે આવવા લાગ્યા. બાળકીને જોઈને ડોક્ટરો પણ મુંઝવણમાં મુકાઈ ગયા. બાળકીની માતા જુહી બિશ્વાસ અને પિતા સૌરભ બિશ્વાસ પણ ખૂબ જ ખુશ છે. બાળકીના પિતાનું કહેવું છે કે નવરાત્રિના પહેલા દિવસે દીકરીનો જન્મ થયો છે અને તેનાથી વધુ ખુશીની વાત શું હોઈ શકે કે તેના હાથ-પગ મહેંદીથી ઢંકાયેલા છે. પિતાએ કહ્યું કે મારી દીકરી દેવીનું સ્વરૂપ છે.

- Advertisement -

ડૉક્ટરનું કહેવું છે કે મેડીકલ સાયન્સમાં આવું થાય છે. આવું સમય પહેલા જન્મેલા બાળકોમાં જોવા મળે છે. આ નિશાન થોડા અઠવાડિયામાં ગાયબ થઈ જાય છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular