ગુજરાતમાં આજે 77 આઇપીએસની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. ત્યારે જામનગરના પોલીસવડા તરીકે અમદાવાદ ઝોન-7ના ડીસીપી પ્રેમસુખ ડેલુંની નિમણૂંક કરવામાં આવી છે.
રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં રાસીસર ગામમાં રહેતા ખેડૂત રામધન ડેલુને ત્યાં 3 એપ્રિલ 1988 તેઓનો જન્મ થયો હતો. તેમના ભાઈ રાજેસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલ છે. પ્રેમસુખ ડેલું છ વર્ષમાં 12 સરકારી નૌકરી મેળવી ચુક્યા છે તેઓએ પ્રાથમિક શિક્ષા તેમના ગામ તથા કોલેજની શિક્ષા ડુંગળ કોલેજમાં લીધેલ છે. 2010 માં તેઓને તરવરીની નૌકરી દરમિયાન તેઓએ એમ.એ નો અભિયાસ પૂર્ણ કર્યો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ પણ કરી. ત્યારબાદ તેઓએ અસિસ્ટન જેલરની પરીક્ષામાં પણ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યા બાદ તેઓ ને રાજેસ્થાન સરકારમાં પ્રોફેસર તરીકે નૌકરી મળી, નેટ ની પરીક્ષા પાસ કરી તેઓ પ્રોફેસર બન્યા અને તે દરમિયાન તેઓએ આઈ.પી.એસ ની તૈયારી ચાલુ રાખી અને 2015ના યુ.પી.એસ.સી ની પરીક્ષામાં 170મી રેન્ક મેળવી સંઘર્ષમય જીવન માંથી આગળ આવેલ પ્રેમસુખ ડેલુંની જામનગરના એસ.પી તરીકે નિમણુંક થયેલ છે.