Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઆજે જામ રણજીતસિંહની પુણ્યતિથી, જાણો તેમના સાથે સંકળાયેલી અજાણી વાતો

આજે જામ રણજીતસિંહની પુણ્યતિથી, જાણો તેમના સાથે સંકળાયેલી અજાણી વાતો

- Advertisement -

જામનગરના મહારાજા રણજીતસિંહનો જન્મ નવાનગર રાજ્યના સદોદર ગામમાં જાડેજા રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ જીવન સિંહ અને દાદનું નામ ઝાલમ સિહં હતું જેઓ નવાનગરના મહારાજા જામ સાબેહ વિભાજી જાડેજાના પરિવારમાંથી હતા. મહારાજા રણજી બાળપણમાં ટેનિસ રમતા હતા. બાદમાં તેઓ ઉચ્ચ શિક્ષા માટે ઇંગ્લેન્ડ ગયા ત્યાં ક્રિકેટની બોલબાલા હતી. અને બાદમાં મહારાજા રણજીત સિંહે પણ ક્રિકેટ રમવાનું શરુ કર્યું હતું અને બાદમાં ક્રીકેટ ક્ષેત્રે જામનગરનું વિશ્વભારમાં નામ રોશન થયું. આજે જામનગરના રાજવી જામ રણજીતસિંહજીની પુણ્યતિથી છે.

- Advertisement -

ચેન્નાઇના ચેપોક સ્ટેડિયમ પર મદ્રાસ અને મૈસુરની ટીમ વચ્ચે 4 નવેમ્બર 1934એ રણજી ટ્રોફીની પ્રથમ મેચ રમાઇ હતી. રણજી ટ્રોફીનું શરૂઆતનું નામ ‘ક્રિકેટ ચેમ્પિયનશીપ ઓફ ઇન્ડિયા’ હતું. પછીથી તેનું નામ મહારાજા રણજીતસિંહજીના નામ પર રાખવામાં આવ્યુ. જામ સાહેબના નામે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 24,962 રન છે, આ દરમિયાન તેમણે 72 સદી અને 14 બેવડી સદી ફટકારી છે. રણજીતસિંહજી ભારત માટે ક્યારેય ક્રિકેટ નથી રમ્યા.  જામનગરને ‘સૌરાષ્ટ્રનું પેરિસ’ નું બિરુદ અપાવવામાં મહત્વનું યોગદાન આપનાર શહેરની સંખ્યાબંધ ઇમારતો જેમના કાર્યકાળમાં નિર્માણ પામી છે.

11 માર્ચ 1907માં રણજીતસિંહજી જામનગરની રાજગાદી પર આવ્યા. તેઓનો પ્રાથમિક અભ્યાસ રાજકોટની રાજકુમાર કોલેજથી શરૂ થયો હતો અને વધુ અભ્યાસ માટે તે કેમ્બ્રિજની ટ્રીનીટી કોલેજમાં જોડાયા હતા. જામ રણજીએ 1930માં ગોળમેજી પરિષદમાં રાજાઓના પ્રતિનિધિ તરીકે ભાગ લીધેલો. તેમણે કુલ 26 વર્ષ સુધી રાજ્ય ભોગવ્યું હતું. તેઓ જામનગરના ઈતિહાસના એકમાત્ર અપરણિત રાજવી હતા. જામનગરના રાજવીએ ક્રિકેટના ઘણા રેકોર્ડસ તેમના નામે કર્યા છે.

- Advertisement -

જામ રણજીતસિંહજી એ વહીવટીતંત્રને આધુનિક સ્વરૂપ આપવા માટે પદ્ધતિસરના હોદ્દાઓની રચના કરી હતી. જેમાં દીવાન ઉપરાંત પ્રજા સાથે નિકટનો સંબંધ સ્થાપવા ‘સેક્રેટરી પ્રવૃત્તિ’ અમલમાં મૂકી. આમ આધુનિક કેબિનેટ પદ્ધતિનો અમલ શરૂ કર્યો . સને 1920માં 57 સભ્યોની બનેલી એક સલાહકાર કાઉન્સિલની રચના જામનગરમાં થઈ હતી.

રાજ્યના વેપાર વણજના વિકાસ માટે બેડી બંદરનો વિકાસ કરવાનો પ્રોજેક્ટ હાથ પર લઈ તે માટે નૌકાદળના અધિકારી કેપ્ટન બોર્નને નિમીને જામ રણજીએ  રૂ. 75 લાખ ખર્ચ્યા હતા. નવા બેડીબંદરનું ઉદ્ઘાટન વડોદરાના મહારાજા સયાજીરાવ ત્રીજાએ સને 1926માં કર્યું હતું. આમ જામનગરને જામ રણજીતસિંહજીએ એક આગવી ઓળખ આપી હતી અને આજે તેમની પુણ્યતિથી નિમિતે શત શત વંદન

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular