36 વર્ષની દિર્ઘકાલિન સેવાઓ બાદ જામનગર મહાપાલિકાના સીટી ઇજનેર શૈલેષ જોષી આજે સેવા નિવૃત થતાં જામનગર મહાપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ ખાસ કરીને તેમના વિભાગના કર્મચારીઓ દ્વારા તેમને ભાવપૂર્ણ વિદાય આપવામાં આવી હતી. સીટી ઇજનેરનો સેવાનો આજે છેલ્લો દિવસ હતો. અંતિમ દિવસે પોતાની ફરજ પૂર્ણ કર્યા બાદ જયારે તેઓ સેવા નિવૃત થયાં ત્યારે સૌ સાથી કર્મચારીઓએ કચેરીના દ્વારથી લઇને તેમની કારના દ્વાર સુધી તેમના પર પુષ્પ વર્ષા કરી વિદાય આપી હતી. આ ભવ્ય વિદાયથી સીટી ઇજનેર શૈલેષ જોષી ગદગદીત અને ભાવુક થઇ ગયા હતાં. જયારે કર્મચારીઓને પણ એક બાહોશ અધિકારીની ખોટ સાલી હતી.