રાજયસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા રાજયસભામાં સિંહોની ગીચતા સહિતની માહિતી માંગવામાં આવી હતી. જેના પ્રત્યુત્તરમાં પર્યાવરણ, વન અને જળવાયુ પરિવાર્તન રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબેએ જણાવ્યું હતું કે, એશિયાઈ સિંહોની છેલ્લા વસતિ ગણતરી અનુસાર, ગિર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં સિંહની ગીચતા 13.38 પ્રતિ 100 ચોરસ કિલોમીટર છે, જેની સામે સિંહના મારણ તરીકે ઉપયોગમાં આવતા જંગલી પ્રાણીઓની ગીચતા 11,203 પ્રતિ 100 ચો.કિ.મી. છે.
મંત્રીના નિવેદન અનુસાર, ગિર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં ગિરના સિંહો માટે ખોરાકની ઉપલબ્ધિ માટે બે સરવે કરવામાં આવ્યા છે: 1. અનગુલેટ ડાયવર્સિટીઝ એન્ડ બાયોમાસ ઇન ધ ટ્રોપિકલ ડ્રાય ડેસિડ્યુઅસ ફોરેસ્ટ ઓફ ગિર, ગુજરાત, ઇન્ડિયા, જમાલ એ. ખાન અને રવિ ચેલ્લમ (1987-1989) અને 2. ઇમ્પેક્ટ ઓફ મેનેજમેન્ટ પ્રેક્ટસીસ ઓન લાયન એન્ડ અનગુલેટ હેબિટાટ્સ ઓફ ગિર પી.એ., દિવાકર શર્મા (1991-1994). ગુજરાત વન વિભાગ પણ ગિરમાં મારણ અંગેની સ્થિતિનું નિરીક્ષણ કરવા દર વર્ષે મારણની સંખ્યાનું અનુમાન કાઢવાની કવાયત હાથ ધરે છે.
આ અંગેની માહિતી નીચે મુજબ છે:-
નથવાણી ગિર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં સિંહના ખોરાકની ઉપલબ્ધતા અંગે કોઇ અભ્યાર કરવામાં આવ્યો છે કે નહીં, સિંહના મારણમાં વધારો કરવા માટે કોઇ પગલાં લેવામાં આવ્યા છે કે કેમ જેથી સિંહ બહારના વિસ્તારમાં જઈને મારણ ના કરે અને 100 ચો.કિ.મી. દીઠ સિંહની ગીચતા સામે મારણની ગીચતા કેટલી છે તે અંગે જાણવા માંગતા હતા.
મંત્રીના નિવેદન અનુસાર, ગિર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમાં મારણની સંખ્યામાં વધારો કરવા માટે લેવામાં આવેલા પગલાંમાં ઘાસના મેદાનોનો વિકાસ, બ્રાઉસેબલ છોડની પ્રજાતિઓની કાપણી અને છટણી વગેરે સહિતના રહેણાંક સુધારણા કાર્યોનો સમાવેશ થાય છે. મારણમાં ચિતળ, સાંભર, નિલગાય, ભારતીય ચિંકારા, ચોશિંગા, વાનર, જંગલી ભૂંડ, કાળિયાર, ભારતીય મોરનો સમાવેશ થાય છે.