રુસો-યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ઉછાળાને કારણે જીએસટીના દરોને મર્જ કરવાની અને પરોક્ષ કર પ્રણાલીને સરળ બનાવવાની સરકારની યોજનાઓ આડે આવી રહી હોવાનું જણાય છે. લાઈવમિન્ટના અહેવાલ મુજબ ત્રણ રાજયોના નાણામંત્રીઓને ટાંકીને આ માહિતી બહાર આવી છે. ઉલ્લેખનિય છે કે એન. સિંઘની આગેવાની હેઠળના 15માં નાણાપંચે પણ જીએસટીના દરોને ત્રણ દરોમાં મર્જ કરવાની ભલામણ કરી હતી.
જીએસટી કાઉન્સિલમાં સમાવિષ્ટ મંત્રીઓએ કહ્યું કે મોંઘવારીની અસરને ધ્યાનમાં રાખીને દરોનું મર્જર મોકૂફ રાખવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે જીએસટી કાઉન્સિલ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે અને સુધારાનો સમય નક્કી કરશે. રેટ રેગ્યુલેટ કરવાનું કામ જોઈ રહેલા મંત્રીઓના જૂથની અત્યાર સુધીમાં બે વખત બેઠક થઈ છે અને તેને લગતી ભલામણો પર બહુ પ્રગતિ થઈ નથી.
હાલમાં જીએસટીમાં પ ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાના ચાર સ્લેબ છે. આવશ્યક ચીજવસ્તુઓ કાં તો સૌથી નીચા સ્લેબમાં છે અથવા તેના પર કોઈ ટેક્સ નથી. મોંઘી વસ્તુઓ સૌથી વધુ સ્લેબમાં છે. આ 28 ટકાના ઉચ્ચતમ સ્લેબ તેમજ સેસને આકર્ષે છે. આ સેસ કલેક્શનનો ઉપયોગ જીએસટી રોલઆઉટને કારણે રાજયો દ્વારા થયેલ આવકના નુકસાનને સરભર કરવા માટે થાય છે. તેમાંથી 12 ટકા અને 18 ટકાના સ્લેબને 15 ટકામાં મર્જ કરવાની વાત છે.
પશ્ચિમ બંગાળના નાણા પ્રધાન ચંદ્રીમા ભટ્ટાચાર્ય, જેઓ ઝપ્નો ભાગ છે, જણાવ્યું હતું કે પેનલની બેઠક 27 નવેમ્બરના રોજ થવાની ધારણા હતી પરંતુ તેને મોકૂફ રાખવામાં આવી હતી. ભટ્ટાચાર્યએ કહ્યું કે, ભલામણો ઘડવાની બાબતમાં વધારે પ્રગતિ થઈ નથી. બેઠકની નવી તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. નાણા મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશ અને ગોવાના મંત્રીઓની ઉપલબ્ધતા ન હોવાને કારણે બેઠક થઈ શકી નથી. હવે આ રાજયોમાં સરકારો બની ગઈ છે, તેથી ટૂંક સમયમાં પેનલ બેઠક યોજાશે. આ સંબંધમાં નાણા મંત્રાલયના પ્રવક્તાને મોકલવામાં આવેલ ઈમેલનો કોઈ જવાબ મળ્યો નથી.