Wednesday, January 1, 2025
Homeરાજ્યજામનગરઠેબા ચોકડી પાસે પીકઅપ વાહન અને ટ્રક વચ્ચે અકસ્માતમાં માતા-પુત્રીના મોત

ઠેબા ચોકડી પાસે પીકઅપ વાહન અને ટ્રક વચ્ચે અકસ્માતમાં માતા-પુત્રીના મોત

- Advertisement -

જામનગર જિલ્લાના નવા ધુનિયા ગામનો પરિવાર જોડિયા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે ઉર્ષમાં દર્શન કરવા જતા પરિવારનું વાહન ઠેબા ચોકડી અને સમરસ હોસ્ટેલ વચ્ચેના માર્ગ પર ટ્રક સાથે અથડાતા ગમખ્વાર અકસ્માતમાં છ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હતી. જે પૈકીની એક મહિલાનું ઘટનાસ્થળે જ જ્યારે તેની પુત્રીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના નવા ધુનિયામાં રહેતો પરિવાર આજે સવારે જોડિયા તાલુકાના ઝીંઝુડા ગામમાં ઉજવાતા ઉર્ષમાં દર્શન કરવા માટે જતો હતો તે દરમિયાન જીજે-23-એકસ-2428 નંબરના પીકઅપ વાહનના ચાલકે કાબુ ગુમાવતા વાહન ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. જેમાં વાહનમાં આગળથી ભુકો બોલી જતા વાહનમાં બેસેલા પરિવારના છ સભ્યોને ગંભીર થતા નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેમાં હસીનાબેન નામના મહિલાને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા દોસમામદ અલારખા, મન્નત, આફ્રિન, અલ્લારખા અને રાભીયાબેન સહિતના લોકોને ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હોસ્પિટલમાં સારવાર માટે આવેલી મૃતક મહિલાની પુત્રી મન્નતનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યું હતું. આમ આ અકસ્માતમાં માતા-પુત્રીના મોત નિપજ્યા હતાં. જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચી જઈ અકસ્માતનો ગુનો નોંધવા અને મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular