Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજાયવા નજીક ટ્રેકટરે ઠોકરે ચડાવતા બાઈકસવારનું મોત

જાયવા નજીક ટ્રેકટરે ઠોકરે ચડાવતા બાઈકસવારનું મોત

શનિવારે રાત્રિના સમયે અકસ્માત: મૃતક યુવાનની ઓળખ મેળવવા પોલીસ દ્વારા તજવીજ : ટે્રકટરચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

ધ્રોલ તાલુકાના જાયવા ગામ પાસેના માર્ગ પર પૂરઝડપે બેફીકરાઈથી આવતા ટે્રકટર ચાલકે બાઈકસવાર યુવાનને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા યુવાનનું મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવમાં પોલીસે ટ્રેકટર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, ધ્રોલથી રાજકોટ જવાના માર્ગ પર જાયવા ગામ નજીકથી શનિવારે રાત્રિના સમયે જીજે-03-પીપી-8583 નંબરના બાઈક પર પસાર થતા યુવાનને પૂરઝડપે બેફીકરાઈથી આવતા જીજે-18-બીજી-7904 નંબરના ટ્રેકટરે બાઈકને ઠોકરે ચડાવી હડફેટે લેતા બાઈકસવાર યુવાનને શરીરે તેમજ માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આશરે 30 વર્ષના યુવાનનું મોત નિપજવાના બનાવની ફિરોજભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.વી.બકુત્રા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ટે્રકટર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular