ગુજરાતમાં આજે એક નવો ઇતિહાસ આલેખાયો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજય વિધાનસભાને સંબોધિત કરી હતી.રાષ્ટ્રપતિના 2 દિવસીય ગુજરાત પ્રવાસનો આરંભ વિધાનસભાના સંબોધન સાથે થયો હતો. ઈતિહાસમાં પ્રથમ વખત દેશના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત વિધાનસભાના સદસ્યોને સંબોધિત કરવામાં આવ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ સ્વાગત પ્રવચન આપીને રાષ્ટ્રપતિને વિધાનસભા વતી ભગવત ગીતા ભેટ આપી હતી. ત્યાર બાદ ’આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપતિ કોવિંદ દ્વારા ધારાસભ્યોને સંબોધનનો આરંભ થયો. વિધાનસભા ગૃહમાં પોલીસ બેન્ડ દ્વારા વગાડવામાં આવેલી રાષ્ટ્રગાનની ધૂન સાથે સત્રની કાર્યવાહી શરૂ થઈ હતી. તમામ ધારાસભ્યોએ પાટલીઓ થપથપાવીને રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું.
પોતાના સંબોધનની શરૂઆતમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે, લોકતંત્રના આ મંદિરમાં તમારી વચ્ચે આવીને મને આનંદ થાય છે. મારૂં સૌભાગ્ય છે કે રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ મને બાપુની જન્મભૂમિ, ગુજરાતની ભૂમિ પર આવવાના અનેક અવસર મળ્યાં. આ સમારોહ ત્યારે આયોજિત થયો છે, જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. આઝાદી અને તેના અમૃત મહોત્સવના સંદર્ભે ગુજરાતથી વધીને કોઈ મોટું સ્થાન નથી. સ્વતંત્રતાની કલ્પના કરનારાઓમાં ગુજરાતના લોકો અગ્રણી ભૂમિકામાં હતા. દેશની આઝાદી માટે દાદાભાઈ નવરોજી, ફીરોઝશાહ જેવાએ અવાજ ઉઠાવ્યો હતો જેને ગુજરાતના લોકોએ મજબૂત સહકાર આપ્યો. અંતે મહાત્મા ગાંધીના માર્ગદર્શનમાં સ્વતંત્રતા મળી. આજે વિશ્વમાં ક્યાંય પણ હિંસા થાય ત્યારે બાપુના મૂળ મંત્ર અહિંસાના માર્ગનો અહેસાસ થાય છે. ગુજરાતનો ઈતિહાસ અદ્વિતીય રહ્યો છે અને તે સત્યાગ્રહની ભૂમિ પણ કહેવાય છે.
શ્ર્વેત ક્રાંતિના કારણે સમગ્ર દેશમાં દૂધ વ્યવસ્થાનું ચિત્ર બદલાયું છે.1960માં ગુજરાતનું નિર્માણ થયું ત્યારથી સતત પ્રગતિના પંથે, સોમનાથ આક્રમણ હોય કે ભૂકંપ, ગુજરાત હંમેશા દૃઢ બનીને ઉભર્યું છે. દેશના લોકોના મનમાં સરદાર પટેલ પ્રત્યેનું માન તેમની પ્રતિમા કરતાં પણ ઉંચું છે. દેશના પ્રથમ નાગરિક, દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત આવી પહોંચ્યા છે. તેમના સ્વાગત માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પહોંચ્યા હતા. તેમના સાથે ગુજરાતના પ્રથમ નાગરિક, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પણ હાજર રહ્યા હતા.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના રામનાથ કોવિંદે વખાણ કર્યાં હતા અને એમ પણ કહ્યું હતું કે જોકે લોકોના દિલમાં પ્રતિમા કરતા પણ સરદારની ખૂબ ઉંચી પ્રતિમા છે.ગુજરાતની વિવિધતામાં એકતાના દર્શન થયાં છે. સોમનાથ આક્રમણ હોય કે ભૂકંપ પછી બેઠું થયેલું ગુજરાત ખમીરવતું છે. ગુજરાતમાં વિકાસમાં તમામ મંત્રી, પૂર્વ મંત્રી, સી.એમ,પૂર્વ સી.એમ.ને અભિનંદન આપું છું.આઝાદીના સંઘર્ષનું ગુજરાત સાક્ષી છે. મહાત્મા ગાંધીએ ના માત્ર દેશને આઝાદી અપાવી પરંતુ વિશ્ર્વને એક નવી દિશા આપી છે. બાપુના અહિંસા, સત્યાગ્રહ મંત્ર વિશ્ર્વમાં પ્રચલિત છે. બારડોલી સત્યાગ્રહથી લોહપુરૂષ સરદાર પટેલ દેશને દિશા આપી છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે વિશેષ સત્રમાં આજે આવીને ખૂબ આનંદ છે. બાપુની ધરતી પર આવવાના અનેક અવસર પ્રાપ્ત થયાં છે. સ્વતંત્ર ભારતની કલ્પના કરનાર લોકોમાં ગુજરાતી મહત્વના છે. મહાત્મા ગાંધીએ સંપૂર્ણ વિશ્ર્વને નવીન વિચારને મહત્વ આપ્યું.નરસિંહ મહેતાના ભજન વૈષ્ણવ વજન તો તેને કહીએને રાષ્ટ્રપતિએ યાદ કર્યું હતું.પાલીતાણા,ગીર, વડનગર સહિત અનેક મંદિરોએ એકતાના ઉદાહરણ આપ્યા છે.તેમણે કહ્યું હતું કે વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાતનું યોગદાન છે. વિક્રમ સારાભાઈ અને હોમી ભાભા જેવા વૈજ્ઞાનિકો ગુજરાતે આપ્યાં છે.
રાષ્ટ્રપતિએ ગુજરાતના વિકાસને આગળ વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમને સાધુવાદ આપ્યો હતો.ગુજરાતીઓનો દેશ પ્રેમ વિશ્ર્વ વિખ્યાત છે. ગુજરાતીઓ સમગ્ર વિશ્ર્વમાં રહે છે પણ ભારત સાથે જોડાયેલા રહે છે. રાષ્ટ્રપતિએ કવિ ઉમાશંકર જોષીની કવિતાની પંક્તિઓનું પઠન કર્યું હતું. 1970થી ગુજરાત સાથે સંબંધ છે, મોરાજી દેસાઈ સાથે કામ કરવાનો મોકો મળ્યો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ કામ કર્યું. ગુલઝારી લાલ નંદાની કર્મભૂમિ પણ ગુજરાત છે. ગુજરાતની એક નવા રાજ્ય તરીકે સ્થાપના કરાઈ તે સમયમાં બળવંત રાય મહેતાએ પચાયત રાજ્યમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ડો. નીમાબેન આચાર્યની નિમણુંકથી રાજ્યને પહેલાં મહિલા સ્પીકર રાજ્યને મળ્યાં છે.