Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતરાજ્યમાં આજથી 12 થી 14 વર્ષના બાળકોના રસીકરણનો પ્રારંભ

રાજ્યમાં આજથી 12 થી 14 વર્ષના બાળકોના રસીકરણનો પ્રારંભ

- Advertisement -

દેશભરમાં કોરોના સામે લડવા માટે લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે આજથી 12 થી 14 વર્ષના બાળકોના વેક્સીનેશનનો પણ શુભારંભ થઇ રહ્યો છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરની બોરીજ પ્રાથમિક શાળાએથી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે. ગાંધીનગર શહેરની બોરીજ પ્રાથમિક શાળાએથી રસીકરણનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે.

- Advertisement -

ગુજરાતમાં આ કામગીરી અંતર્ગત ૧ર થી ૧૪ વર્ષની વયના 22.63 લાખ જેટલા બાળકોને કોવિડ-19 ની રસી આપવામાં આવશે. રાજ્યના આરોગ્ય વિભાગ પાસે આ હેતુસર કોર્બેવેક્ષ નામની રસીના 23.05 લાખ ડોઝ ઉપલબ્ધ છે અને તે કોલ્ડ ચેઇન પોઇન્ટ સુધી પહોચાડવામાં આવ્યા છે. તેને 2 થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર સ્ટોર કરવામાં આવે છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ, માતૃ અને બાળ વિકાસ વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગના સહયોગથી આ કોર્બેવેક્ષ વેક્સિનના ડોઝ પાત્રતા ધરાવતા તમામ બાળકોને અપાવાના છે. વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાના 28  દિવસ બાદ બીજો ડોઝ અપાશે વેક્સિનનો પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ બીજો ડોઝ અપાશે.

રાજ્યમાં આ કામગીરી આશરે 2000થી વધુ રસીકરણ કેન્દ્રો પરથી 2500 થી વધુ વેક્સિનેટર્સ દ્વારા પ્રથમ દિવસે હાથ ધરાવાની છે. ભૂપેન્દ્ર પટેલે આ વેક્સિનેશન કામગીરીમાં સેવા આપી રહેલા આરોગ્ય કર્મીઓની સાથે પણ વાતચીત કરી હતી. તેમણે ડોઝ અંગેની વિગતો મેળવી હતી અને આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી.

- Advertisement -

આજથી 12 થી 14 વર્ષના બાળકો ઉપરાંત હવે તા.16 મી માર્ચ-2022થી 60 વર્ષથી વધુ વયના તમામ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઇ છે. આ વયજૂથમાં વેક્સિનનો બીજો ડોઝ લીધાના 9 મહિના, 39 અઠવાડિયા બાદ જ પ્રિકોશન ડોઝ લેવાનો રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular