Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકોર્ટે ભગવાન શિવને મોકલી નોટીસ !, હાજર નહી રહે તો 10 હજાર...

કોર્ટે ભગવાન શિવને મોકલી નોટીસ !, હાજર નહી રહે તો 10 હજાર દંડ

- Advertisement -

છત્તીસગઢની એક કોર્ટ ઈચ્છે છે કે ભગવાન શિવ તેમની કોર્ટમાં હાજર રહે. છત્તીસગઢ રાજ્યના રાયગઢ જિલ્લાની કોર્ટે ભગવાન શિવ સહિત 10 લોકોને નોટિસ જારી કરીને કોર્ટમાં બોલાવ્યા છે. નોટિસમાં ભગવાન ભોલેનાથ સહિતને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ કોર્ટમાં સુનાવણી માટે હાજર નહીં થાય તો તેમને 10 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.

- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર,છત્તીસગઢના રાયગઢ શહેરમાં કૌહકુંડા નામની જગ્યાએ ભગવાન શિવનું મંદિર છે. સુધા રાજવાડેએ બિલાસપુર હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, હાઈકોર્ટમાં આ શિવ મંદિર સહિત 16 લોકો પર સરકારી જમીન પચાવી પડવાનો આરોપ લગાવ્યો છે. હાઈકોર્ટમાં આ મામલાની સુનાવણી બાદ રાજ્ય સરકાર અને માલતદારને તપાસ કરવાના આદેશ પણ આપ્યા હતા. તેની સાથે જ કોર્ટના આદેશનું પાલન કરતા મામલતદાર કચેરીએ ભગવાન સહિત 10 લોકોને નોટીસ ફટકારી છે. કબ્જાધારીઓમાં છઠ્ઠા નંબર પર ભગવાન શિવનું પણ નામ છે. કોર્ટની નોટિસમાં મંદિરના ટ્રસ્ટી, મેનેજર કે પૂજારીનું નામ લખ્યા વિના શિવ મંદિર એટલે કે ભગવાન શિવને નોટિસ ફટકારવામાં આવી છે.

ટીડીઓ કોર્ટે ભગવાન શિવને નોટીસ ફટકારી છે તેમાં લખવામાં આવ્યું છે કે છત્તીસગઢ લેન્ડ રેવન્યુ કોડની કલમ મુજબ તમારું આ કૃત્ય અપરાધની શ્રેણીમાં આવે છે, તેથી તમને 10 હજાર રૂપિયાના દંડની સજા થઈ શકે છે અને કબજાની જમીનમાંથી બહાર કાઢી શકાય છે. કેસની સુનાવણી 23 માર્ચે રાખવામાં આવી છે. દરમિયાન, જમીનમાં કોઈપણ બાંધકામની મંજૂરી નથી અને કોર્ટ સમક્ષ તેનો જવાબ રજૂ ન કરવા બદલ નિયમ મુજબ ખાલી કરાવવા અને દંડની કાર્યવાહી થઈ શકે છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular