Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરમોરકંડા ધારમાંથી જૂગાર રમતા પાંચ મહિલા સહિત નવ શખ્સ ઝડપાયા

મોરકંડા ધારમાંથી જૂગાર રમતા પાંચ મહિલા સહિત નવ શખ્સ ઝડપાયા

એલસીબી દ્વારા રેઈડ દરમિયાન રૂા.51,900 ની રોકડ અને ગંજીપના કબ્જે : પ્રદર્શન મેદાન પાસેથી એકીબેકીનો જૂગાર રમતા બે શખ્સો ઝડપાયા

- Advertisement -

જામનગર તાલુકાના મોરકંડા ધારમાં આવેલા વેલનાથનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન પાંચ મહિલા સહિત નવ શખ્સોને રૂા.51900 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગર શહેરમાં પ્રદર્શન મેદાન પાસેથી પોલીસે એકી બેકીનો જૂગાર રમતા બે શખ્સોને રૂા.5790 ની રોકડ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર તાલુકાના મોરકંડાધાર નજીક આવેલા વેલનાથનગર જંગલપીર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની એલસીબીને મળેલી બાતમીના આધારે પીઆઈ એસ.એસ. નિનામા તથા સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન અનિલ રાજા મકવાણા, ગફાર સિદીક ખીરા, વિવેક હિતેશ અગ્રાવત, શકિતસિંહ મહિપતસિંહ જાડેજા અને પાંચ મહિલા સહિત નવ શખ્સોને રૂા.51900 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ પંચ બી પોલીસ સ્ટેશનને સોંપી દઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જાહેરમાં ભારતીય ચલણી નોટો પર એકીબેકીનો જૂગાર રમતા દિનેશ દામજી રાંદલપરા, રમેશ શાંતિલાલ સંકેસરિયા નામના બે શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.5790 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular